ઘરમાં ૧૦,૦૦૦ મધમાખી પાળવા બદલ ચીનના યુગલને ૭૦૦૦ રૂપિયાનો દંડ

12 April, 2019 08:58 AM IST  |  ચીન

ઘરમાં ૧૦,૦૦૦ મધમાખી પાળવા બદલ ચીનના યુગલને ૭૦૦૦ રૂપિયાનો દંડ

ઘરમાં પાળી હતી મધમાખી

ચીનના ઝિયાન્ગ પ્રાંતના નિન્ગબો શહેરમાં એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા યુગલે ઘરમાં જ મધમાખી પાળવાનું શરૂ કરેલું. વાત એમ હતી કે દંપતીને રુમેટૉઇડ આર્થરાઈટિસની તકલીફ હતી અને કોઈકે તેમને સૂચવેલું કે મધમાખીના ડંખથી પીડામાં રાહત થાય છે. આ જ કારણસર થોડા મહિનાઓ પહેલાં તેમણે મુઠ્ઠીભર મધમાખીઓ ઘરમાં રાખી હતી જેથી નિયમિતપણે ડંખ લેવામાં સરળતા રહે. જોકે મધમાખીઓ પ્રજનન દ્વારા સંખ્યામાં વધતી જ ગઈ અને જોતજોતાંમાં મધમાખીઓની સંખ્યા ૧૦,૦૦૦થી વધુ થઈ ગઈ. દંપતીએ મધમાખીને રાખવા માટે મધમાખી ઉછેરકો દ્વારા વપરાતી લાકડાની પેટી પણ વસાવી લીધેલી. જોકે આએદિન બેકાબૂ થઈને બણબણતી મધમાખીઓ પાડોશીઓના ઘરમાં પણ ઘૂસી જવા લાગી.

આ પણ  વાંચોઃ ત્રણ વર્ષથી બૅન્ગલોરના રામ મંદિરમાં સફાઈકામ કરે છે સદ્દામ હુસેન

પાડોશીઓએ તેમને ફરિયાદ કરી તો દંપતીએ સામો જવાબ આપ્યો કે જો તમને એ ડંખશે તોય કશું નુકસાન નથી થવાનું. પાડોશીઓએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી દીધી અને મધમાખીઓ ઘરમાં પાળવા સામે વિરોધ નોંધાવ્યો. આખરે દંપતીએ પાડોશીઓને કનડગત કરવા બદલ ૭૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો અને ઘરમાં રાખેલા મધપૂડાને તેમણે ગાર્ડનમાં શિફ્ટ કરવાનું સ્વીકાર્યું.

offbeat news hatke news