28 July, 2023 08:23 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સ્વર્ગસ્થ રૅપ ગાયક ટેકઑફને શ્રદ્ધાંજલિ
ટૅટૂ-કલાકારોએ ભેગા મળીને સ્વર્ગસ્થ રૅપ ગાયક ટેકઑફને શ્રદ્ધાંજલિ આપવા એક વિશાળ ટૅટૂ બનાવ્યું હતું. ઍટલાન્ટા ઇન્ક, આયર્ન પામ ટૅટૂઝ અને પેસે નોઇર જેવા તમામ કલાકારો જ્યૉર્જિયાના ઍટલાન્ટામાં ભેગા થયા હતા. ટૅટૂ ૭૭ ફુટ લાંબું અને ૬ ઇંચ પહોળું હતું. કલાકારોએ પોતાની કળા પ્રદર્શિત કરવા માટે સિન્થેટિક સિલિકૉન સ્કિનનો ઉપયોગ કર્યો હતો.
ઍટલાન્ટા ટીવી અને ફિલ્મનિર્માણ માટે મહત્ત્વનું સ્થળ હોવાથી આયોજકોએ તેમની મદદ માગી હતી, જે ફિલ્મો માટે પ્રોસ્થેટિક બનાવે છે. આ ટૅટૂ ટેકઑફનું ખરું નામ કિર્સનિક ખારી બૉલ છે. તે હિપહૉપ ત્રિપુટી મિગોસનો સભ્ય હતો અને તેનું નવેમ્બર ૨૦૨૨માં આકસ્મિત નિધન થયું હતું. સિલિકૉનની શીટ બહુ મોટી હોવાથી ટૅટૂ બનાવતાં ઘણો સમય લાગ્યો હતો. આ ટૅટૂના નિર્માણ સાથે સંકળાયેલા એક કલાકારે કહ્યું કે કંઈક અલગ બનાવવા માટે કંઈક ખાસ કરવું પડે. કલાકારો આ માસ્ટરપીસને સ્ટુડિયોની બહાર લટકાવીને એની સામે ઊભા હતા ત્યારે એનો સ્કેલ જોઈ શકાય છે. કલાકારો હવે કેટલીક આર્ટ ગૅલરીના સંપર્કમાં છે, જેથી સામાન્ય લોકોને એ જોવા મળે.