૫ ફૂટના અજગરના અલ્સરની સારવાર કરે છે ૩ વર્ષની આ ટબૂકડી

12 April, 2019 08:36 AM IST  |  ટાંગેરાંગ, ઈન્ડોનેશિયા

૫ ફૂટના અજગરના અલ્સરની સારવાર કરે છે ૩ વર્ષની આ ટબૂકડી

ઇન્ડોનેશિયાના ટાંગેરાંગ શહેરમાં ત્રણ વર્ષની મહારાણીને જંગલી અને ભયાવહ કહેવાય એવાં પ્રાણીઓ સાથે રમવામાં કોઈ ડર નથી લાગતો. એનું કારણ એ છે કે તેના પિતા એક્ઝોટિક અને ઇન્જર્ડ પ્રાણીઓની સારવાર આપવાનું કામ કરે છે. તેમના ઘરે આએદિન અજગર, મગર, ઘુવડ જેવાં પ્રાણીઓ સારવાર માટે આવતાં રહે છે. એ વખતે મહારાણી એ પ્રાણીઓથી ડરવાને બદલે તેમની સાથે રમે છે અને હવે તો પપ્પાને જોઈને તે પણ એ પ્રાણીઓ સાથે જાણે ડૉક્ટર-ડૉક્ટર રમતી હોય એવું વર્તન કરે છે. આ તસવીરમાં જે પંદર ફુટનો અજગર છે તેને મોંમાં અલ્સર થયેલા છે. તેના પપ્પાએ અજગરનું મોં ખોલીને રૂ પર એના લોહી અને લાળનાં સૅમ્પલ લીધેલાં એ જોઈને મહારાણી પણ અજગરનું મોં ખોલીને એ જ ક્રિયા કરવાની કોશિશ કરે છે. તેના પપ્પાને એનાથી કોઈ ડર નથી લાગતો. પિતાનું કહેવું છે કે મારી દીકરી પાસે કોઈ પણ પ્રાણી ખૂબ જ રિલૅક્સ્ડ મહેસૂસ કરે છે. આ જ અજગરને જો બીજું કોઈ હાથ અડાડે તો તરત જ અજગર એની ભીંસ મજબૂત કરી દે છે, જ્યારે મહારાણી સાથે અજગર પણ મસ્તીના મૂડમાં રહે છે.

આ પણ વાંચોઃ  વિશ્વના સૌથી જાડિયા બાળકે વજન ઘટાડ્યું ૧૦ વર્ષે ૧૯૨ કિલો, ૧૩ વર્ષે છે ૮૦ કિલો

offbeat news hatke news