22 December, 2024 10:54 AM IST | Nagaur | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રાજસ્થાનના નાગૌરમાં શુક્રવારે કારના એક શોરૂમની બહાર હાઇવે પર એક કાર ગુલાંટ ખાતી-ખાતી આવીને ફસાઈ ગઈ. લગભગ પાંચેક વાર કાર આખી ફ્લિપ થઈને એક શોરૂમના દરવાજા પર ફસાઈને અટકી ગઈ. જ્યારે કાર ગોઠીમડાં ખાઈ રહી હતી ત્યારે જ ડ્રાઇવર એમાંથી કૂદકો મારીને બહાર આવી ગયો હતો. CCTV કૅમેરામાં કેદ થયેલી આ ઘટનામાં એ પછી જે જોવા મળ્યું એ વધુ ચોંકાવનારું હતું. કારમાંના બાકીના ચાર પૅસેન્જર પણ કાર જેવી અટકી કે તરત એમાંથી કૂદીને બહાર આવી ગયા. પાંચમાંથી કોઈને એક ઘસરકો સુધ્ધાં પડ્યો નહોતો એટલું જ નહીં, જાણે કશું બન્યું ન હોય એમ કારના શોરૂમમાં જઈને તેમણે વિનંતી કરી કે ‘હમેં થોડી ચાય પિલા દો.’