૨૪ કૅરૅટના સોનાનું ગુલાબ, વેચાઈ રહ્યું છે ૩.૫ લાખ રૂપિયામાં

07 August, 2025 12:40 PM IST  |  kuwait | Gujarati Mid-day Correspondent

કિંમત ૪૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩.૫ લાખ રૂપિયા જેટલી છે. 

સોનાનો ગુલાબગુચ્છ

કુવૈતના સેન્ટ્રલ ગોલ્ડ માર્કેટમાં માત્ર સોનાની જ્વેલરી જ નહીં, એનાં આર્ટિફેક્ટ્સ અને સુશોભન માટેની ચીજો પણ બનવા લાગી છે. જોકે મોટા ભાગનાં આર્ટિફેક્ટ્સ પૂરાં સોનાનાં હોય એવું નથી હોતું. જોકે તાજેતરમાં આ માર્કેટમાં સોનાના ગુલાબનો ગુચ્છો વેચાવા નીકળ્યો છે. આ ગુલાબમાં ૩૧.૧ ગ્રામ ૨૪ કૅરૅટનું સોનું વપરાયું છે. એની કિંમત ૪૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩.૫ લાખ રૂપિયા જેટલી છે. 

offbeat news kuwait international news world news