યોગીની અબ્બાજાન કમેન્ટનો વિવાદ રાજકીય ચિત્ર તો બદલી નહીં નાખેને?

16 September, 2021 12:14 PM IST  |  Lucknow | Agency

યોગીજી હવે જાણે છે કે તેમના શાસનનો અંત નજીક આવ્યો છે ત્યારથી તેમનાં વાણી અને વ્યવહાર બદલાઈ રહ્યાં છે. યોગીજીએ આ જ શબ્દ અગાઉ પણ ઉપયોગમાં લીધો હતો અલબત્ત, જુદા સંદર્ભમાં.

યોગીની અબ્બાજાન કમેન્ટનો વિવાદ રાજકીય ચિત્ર તો બદલી નહીં નાખેને?

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ‘અબ્બાજાન’ની ટિપ્પણી પર ઊહાપોહ સરજાતાં ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં હોય એમ જણાઈ રહ્યું છે. પિતા માટે માનાર્થે વપરાતા શબ્દ ‘અબ્બાજાન’ના ઉપયોગને લઈને આ રાજકીય યુદ્ધ શરૂ થયું છે. તાજેતરમાં ખુશીનગર ખાતે જાહેર સભાને સંબોધન કરતાં યોગી આદિત્યનાથે ટિપ્પણી કરી હતી કે ‘અબ્બાજાન’ બોલનારાઓને અત્યાર સુધી બધું રૅશન મળતું  હતું. યોગીજીએ જણાવ્યું હતું કે ૨૦૧૭ પહેલાં મોટા ભાગના લોકોને રૅશન મળતું નહોતું. યોગીજીનો ઇશારો બેશક સમાજવાદી પાર્ટીના શાસનમાં મુસ્લિમોના તુષ્ટિકરણ તરફ હતો. છેલ્લા થોડા મહિનામાં યોગીજીએ એક કરતાં વધુ વાર વિપક્ષોની મજાક ઉડાવી છે. ખુશી નગરમાં મોદીજીની ‘અબ્બાજાન’ પરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં સમાજવાદી પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું હતું કે યોગીજી હવે જાણે છે કે તેમના શાસનનો અંત નજીક આવ્યો છે ત્યારથી તેમનાં વાણી અને વ્યવહાર બદલાઈ રહ્યાં છે. યોગીજીએ આ જ શબ્દ અગાઉ પણ ઉપયોગમાં લીધો હતો અલબત્ત, જુદા સંદર્ભમાં.

national news lucknow yogi adityanath