તિરુપતિ મંદિરે સંપત્તિ જાહેર કરી

07 November, 2022 09:34 AM IST  |  Tirupati | Gujarati Mid-day Correspondent

ભગવાન વેંકટેશ્વર મંદિર ભારતમાં સૌથી વધુ ધનવાન મંદિરોમાં સામેલ હોવાનું મનાય છે

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમે શનિવારે એક શ્વેતપત્ર જારી કર્યું હતું, જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને ગોલ્ડ ડિપોઝિટ્સ સહિત એની મિલકતોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ભગવાન વેંકટેશ્વર મંદિર ભારતમાં સૌથી વધુ ધનવાન મંદિરોમાં સામેલ હોવાનું મનાય છે. વાસ્તવમાં ૧૯૩૩થી પહેલી વખત આ મંદિરની સંપત્તિ જાહેર કરવામાં આવી છે.

2.3
મંદિરની કુલ સંપત્તિ આટલા લાખ કરોડ રૂપિયાની છે.

2.5
ગોલ્ડ જ્વેલરી આટલા ટનની, જેમાંથી મોટા ભાગની ઍન્ટિક પીસ છે એટલે એ અમૂલ્ય છે.

10.3
નૅશનલાઇઝ્‍ડ બૅન્કોમાં આટલા ટન ગોલ્ડ ડિપોઝિટ છે, અત્યારના બુલિયન દર મુજબ એનું મૂલ્ય ૫૩૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.

16,000
આટલા કરોડ રૂપિયા બૅન્કમાં છે.

960
સમગ્ર ભારતમાં ૭૧૨૩ એકરમાં ફેલાયેલી આટલી મિલકતો છે.

national news tirupati