WORLD BLOOD DONOR DAY: રક્તદાન એ જ મહાદાન

14 June, 2021 05:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

14 જૂનના રોજ વિશ્વરક્દાતા દિવસ ઉજવવામાં આવે છે. આપણે જાણીએ કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

પ્રતિકાત્મક ફોટો

કહેવાય છે ને કે રક્તદાન એ જ મહાદાન !  આજે એ દાનવીરોનો દિવસ છે. 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે.  રક્તનું દાન કરનાર લોકોનો આભાર વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  

વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO)એ વિશ્વમાં રક્દાનનું મહત્વ સમજાવવા 2007થી આ દિવસની ઉજવણી કરવાની પહેલ કરી હતી. 14 જૂનના રોજ  એબીઓ રક્તસમુહ પ્રણાલીના  શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ થયો હતો, તેથી આ દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.  વિશ્વ રક્તાદાતા દિવસે(WORLD BLOOD DONOR DAY 2021 ) દૂનિયામમાં સ્વૈચ્છિક રીતે લોહીનું દાન કરતાં લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવશે. 

મળતી માહિતી અનુસાર ભારતમાં દર વર્ષે લગભગ 5 કરોડ બોટલ જેટલી લોહીની જરૂરિયાત ઉભી થાય છે.  જેની જરૂરિયાત દિવસે ને દિવસે વધી રહી છે.  તેની સામે દેશમાં માત્ર 80 લાખ લોહીની બોટલો રક્તદાતાઓ દ્વારા મળી રહી છે. જેના પરથી આપણે કહી શકીએ કે દેશમાં લોહીની અછત છે, તેથી રક્તદાન અંગે દેશમાં જાગૃતિ લાવવાની ભારે જરૂર છે. લોહીનો કોઈ બીજો વિકલ્પ પણ ન હોવાથી વધારે મુશ્કલી ઉભી થાય છે. 

 આપણું રક્તદાન અન્ય લોકોના જીવન માટે વરદાન બની જાય છે. દેશમાં કેન્સર જેવી બિમારીનો લોકો વધુ ભોગ બને છે, તેથી લોહીની જરૂરિયાતમાં સતત વધારો થાય છે. તેની સામે એટલા પ્રમાણમાં રક્તદાન થતું નથી.

લોહીનો કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી રક્તદાન અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. જોકે ભારતમાં બ્લડ બેન્ક, કૉલેજો, સામાજીક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અવાર નવાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેથી લોકોને લોહીના દાનનું મહત્વ પણ સમજાવી શકાય અને લોકો સ્વૈચ્છિક રક્તદાન કરી શકે.  કોઈ પણ એક વ્યકિતએ કરેલું રક્તદાન અન્ય ત્રણ લોકોના જીવ બચાવી શકે છે.

national news blood donor day world health organization