મહિલાઓએ મ​ણિપુરના સીએમનો રાજીનામાનો લેટર ફાડી નાખ્યો

01 July, 2023 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન રાજીનામું આપવા જઈ રહ્યા હતા, પરંતુ સપોર્ટ જોઈને વિચાર બદલ્યો

મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહના મહિલાઓ દ્વારા ફાડી નાખવામાં આવેલા રાજીનામાના લેટરની ઇમેજ. આ ઇમેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી વંશીય હિંસાને કારણે આ રાજ્યના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં એક સિનિયર પ્રધાને દાવો કર્યો હતો કે બીરેન સિંહ ગઈ કાલે રાજીનામું જ આપવા જઈ રહ્યા હતા, પરંતુ લોકોના પ્રેશરને કારણે તેમણે તેમનો વિચાર બદલ્યો હતો. આ પ્રધાને જણાવ્યું હતું કે બીરેન સિંહ રાજ્યપાલના​ નિવાસસ્થાને જવા નીકળ્યા હતા, પરંતુ તેમના સપોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં તેઓ પાછા ફર્યા હતા.  

તેમના નિવાસસ્થાનની બહાર સેંકડો મહિલાઓએ માનવ-સાંકળ રચીને જણાવ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે બીરેન સિંહ રાજીનામું આપે. અનેક મહિલાઓએ મણિપુરના સીએમના રાજીનામાનો લેટર ફાડી નાંખ્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

રાજભવનની બહાર પણ મહિલાઓએ રસ્તો જ બ્લૉક કરી દેતાં મણિપુરના સીએમનો કાફલો આગળ વધી શક્યો નહોતો.

manipur national news political news