22 July, 2022 06:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં પત્નીએ બૉયફ્રેન્ડ સાથે વાત ન કરવા દેવા પર પતિ વિરુદ્ધ પોલીસમાં અનેક વાર રિપૉર્ટ નોંધાવ્યો. પોલીસે પણ પતિની બે ડઝનથી વધારે વાર ધરપકડ કરી. આથી કંટાળીને પીડિત પતિએ પોતાના માતા-પિતાનું ઘર છોડી દીધું અને બીજા જિલ્લામાં રહેવા માંડ્યો છે.
પતિનો આરોપ છે કે પત્ની પોતાના બૉયફ્રેન્ડ સાથે અશ્લીલ વાતો કરતી હતી અને તેણે અને અનેક વાર પકડી પાડી હતી. જો કે, પત્નીથી કંટાળીને પીડિત પતિએ કોતવાલી થાણામાં કૉર્ટ દ્વારા પત્ની અને તેના બૉયફ્રેન્ડ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસે આઇપીસીની કલમ 143, 323, 347, 452, 427, 504, 506, 497 અને 384માં કેસ નોંધી અનુસંધાન શરૂ કર્યું છે.
શું છે આખી ઘટના
ધૌલપુર જિલ્લાની કોતવાલી પોલીસ થાણા વિસ્તારમાં રહેનારા એક યુવકે કૉર્ટ દ્વારા નોંધાવવામાં આવેલા કેસમાં જણાવ્યુ્ં કે તેની પત્ની તેને પ્રતાડિત કરે થે અને ઘર ખર્ચના પૈસા સટ્ટામાં ઉડાવવાની સાથે બૉયફ્રેન્ડ સાથે મોજ મસ્તી કરતી રહે છે.
રિપૉર્ટમાં પીડિત પતિએ જણાવ્યું કે તેણે પત્નીને બૉયફ્રેન્ડ સાથે અશ્લીલ વાતો કરતા પકડી લીધી અને જ્યારે આનો વિરોધ કરે છે તો તેની પત્ની તેને પોલીસમાં રિપૉર્ટ લખાવીને બંધ કરાવી દે છે. રિપૉર્ટમાં પીડિત પતિએ જણાવ્યું કે તેની પત્ની 28 વાર પોલીસ થાણેમાં બંધ કરાવી ચૂકી છે.
આની સાથે જ પીડિત પતિએ પોતાની મા અને બાળક સાથે નિર્દયતાથી મારપીટ કરવાનો પણ આરોપ મૂક્યો છે. સાથે જ પત્નીના ડરને કારણે તેણે માતા-પિતાનું ઘર છોડી અને બીજા જિલ્લામાં રહેવા લાગ્યો છે. રિપૉર્ટમાં પીડિતે જણાવ્યું કે તેની પત્નીએ વિભિન્ન મહિલા સમૂહ પાસેથી લગભગ ચાર લાખ રૂપિયાની લોન લીધી હતી, જેણે તેને મજૂરી કરીને ભરી.
ત્યાર બાદ ઘર ખર્ચ માટે આપવામાં આવેલા પૈસા પણ તેની પત્ની સટ્ટામાં ખર્ચ કરી દે છે. પોલીસે પત્ની અને તેના બૉયફ્રેન્ડ વિરુદ્ધ કેસ નોંધી અનુસંધાન શરૂ કર્યું છે.