Public Placeમાં માસ્ક ન પહેરવું પડ્યું ભારે, જુઓ વીડિયો

06 January, 2021 05:51 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Public Placeમાં માસ્ક ન પહેરવું પડ્યું ભારે, જુઓ વીડિયો

તસવીર સૌજન્ય જાગરણ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને તમે પોતાનું હસવું નહીં અટકાવી શકો. આ વીડિયોમાં કોરોનાવાયરસથી બચાવ માટે જે જાગૃકતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ખરેખર વખાણવા લાયક છે. લોકો આ રીતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જો કે, આ એક પ્રેન્ક વીડિયો છે, પણ આ વીડિયોથી લોકોમાં જાગૃકતા જરૂર ફેલાશે.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કોઇપણ પાર્કમાં એક માસ્ક વગરનો છોકરો ફોન પર વાત કરી રહ્યો છે. ત્યારે એક પોલીસકર્મચારી આવે છે કઅને તેને પૂછે છે કે માસ્ક ક્યાં છે? આ સાંભળી છોકરો દોડવા માંડે છે કે ત્યારે જ પોલીસ કર્મચારી તેનો પીછો કરે છે અને મજાકિયા અંદાજમાં ધીમેથી એક થપ્પડ મારે છે. આથી આસપાસના લોકોમાં જાગૃકતા વધી જાય છે અને આ ક્રમ સતત ચાલું રહે છે.

આના પછી લોકો પોતાના ખિસ્સા અને પાકિટમાંથી માસ્ક કાઢીને પહેરવા માંડે છે. જો કે, વીડિયો ખૂબ જ હાસ્યાસ્પદ છે. તાજેતરમાં જ એવું જોવા મળ્યું છે કે લોકો કોરોનાવાયરસ સંક્રમણથી બચાવ માટે જરૂરી સાવચેતીને પગલા લેતાં નથી. આ કારણે જરૂરી છે કે લોકોમાં કોરોના વાયરસથી બચાવ માટે જાગરૂકતા ફેલાવવામાં આવે.

આ વીડિયોને ભારતીય વન સેવાના અધિકારી સુધા રમને સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાના અકાઉન્ટ પરથી રીટ્વીટ કરી શૅર કર્યું છે, જે અત્યાર સુધી લગભગ 4 લાખ 23 હજાર વાર જોવામાં આવ્યો છે. અને 2500 લોકોએ લાઇક કર્યો છે. તો 500થી વધારે લોકોએ રીટ્વીટ કર્યો છે, જ્યારે કેટલાય લોકોએ કોમેન્ટ કરી છે, જેમાં પોલીસ ઑફિસરના વખાણ કરવામાં આવ્યા છે. કેટલાય યૂઝર્સ આ મોહિમને યોગ્ય ગણાવી રહ્યા છે. તો એક યૂઝરે લખ્યું છે કે વેરી ગુડ જૉબ.

national news coronavirus covid19