ભારતમાં રેકૉર્ડ સંખ્યામાં વિઝા ઍપ્લિકેશન્સ પર પ્રોસેસિંગ કરવાનું અમેરિકન એમ્બેસીનું પ્લાનિંગ

29 January, 2023 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે લગભગ દરેક વિઝા કૅટેગરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે, જેમ કે વર્ક વિઝા માટે અપ્લાય કરી રહેલા ભારતીયો માટે વેઇ​ટિંગ પિરિયડ ૬૦થી ૨૮૦ દિવસનો છે

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ભારતીયો માટે આ વર્ષે રેકૉર્ડ સંખ્યામાં વિઝા અરજીઓનું પ્રોસેસિંગ કરવાનું ભારતમાં અમેરિકન એમ્બેસી અને એનાં કૉન્સ્યુલેટ્સનું પ્લાનિંગ છે. મુંબઈના કૉન્સ્યુલર ચીફ જૉન બૅલર્ડે આ વાત જણાવી હતી. અત્યારે લગભગ દરેક વિઝા કૅટેગરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે, જેમ કે વર્ક વિઝા માટે અપ્લાય કરી રહેલા ભારતીયો માટે વેઇ​ટિંગ પિરિયડ ૬૦થી ૨૮૦ દિવસનો છે, જ્યારે ટ્રાવેલર્સ માટે આ સમયગાળો લગભગ દોઢ વર્ષનો છે. વિદેશ મંત્રાલયે વિઝા મેળવવામાં થતા વિલંબનો મુદ્દો અનેક વખત અમેરિકન ઑથોરિટીઝ સમક્ષ ઉઠાવ્યો છે. અમેરિકન એમ્બેસીએ ગયા વર્ષે ૧,૨૫,૦૦૦ સ્ટુડન્ટ્સ વિઝા ઍપ્લિકેશન્સ પર પ્રોસેસિંગ કર્યું હતું. એમ્બેસી ખાસ કરીને બી1 અને બી2 ટૂરિસ્ટ અને બિઝનેસ ટ્રાવેલ વિઝા માટેનો બૅકલોગને ઘટાડવા માગે છે. 

national news united states of america