ઉન્નવ રેપ કેસ : ભાજપના MLA કુલીદપસિંહ દોષી જાહેર,19 ડિસેમ્બરે સજા અપાશે

16 December, 2019 06:00 PM IST  |  New Delhi

ઉન્નવ રેપ કેસ : ભાજપના MLA કુલીદપસિંહ દોષી જાહેર,19 ડિસેમ્બરે સજા અપાશે

ઉન્નવ રેપ કેસમાં કુલદીપ સિંહ દોષી જાહેર

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે આ નિર્ણય આપ્યો છે. સેંગરને 19 ડિસેમ્બરના રોજ સજા આપવામાં આવશે, કોર્ટે શશિ સિંહને પણ આરોપી ઠેરવ્યો છે.



22 સાક્ષીઓના નોંધાયા હતા નિવેદન
આ સંદર્ભ 22 સાક્ષીઓએના બયાન નોધવામાં આવ્યું છે, કોર્ટેએ બચાવ પક્ષના 9 સાક્ષીઓ અને ફરિયાદી પક્ષના 13 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. દિલ્હીમાં પીડિતાના રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લી 24 ઓક્ટોબરના રોજથી પીડિતા અને તેનો પરિવારના લોકોની દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો કોર્ટે આ આદેશ દિલ્હીની મહિલા આયોગને આપ્યો હતો.મહત્વનું છે કે સેંગરએ 2017માં એક યુવતીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. તે સમયે યુવતી કિશોરાવસ્થામાં હતી. અદાલતએ આરોપી શશિ સામે પણ આરોપ ઘડ્યાં છે. બંનેને 19 તારીખે સજા સંભળાવાશે.

શશિ સિંહ પર પીડિતાને સેંગરની પાસે લઈ જવાનો આરોપ
કોર્ટે કુલદીપ સેંગર પર આપરાધિક ષડયંત્ર, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા. હાલ તે તિહાડ જેલમાં છે. કોર્ટે મામલામાં સહ આરોપી મહિલા શશિ સિંહની વિરુદ્ધ પણ આરોપ નક્કી કર્યા હતા. તે છોકરીને સેંગરની પાસે લઈ ગઈ હતી.

Crime News national news