ગેંગરેપ પીડિતાને ન મળ્યો ન્યાય, તપાસના નામે બોલાવી પોલીસકર્મી કરતો રહ્યો દુષ્કર્મ 

24 March, 2023 09:07 PM IST  |  Haryana | Gujarati Mid-day Online Correspondent

હરિયાણા (Haryana)ના પલવલમાં એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. જેમના માથે બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાની જવાબદારી છે તેણે તેનું સન્માન છીનવી લીધું.

પ્રતિકાત્મક તસવીર

હરિયાણા(Haryana)ના પલવલમાં એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. જેમના માથે બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાની જવાબદારી છે તેણે તેનું સન્માન છીનવી લીધું.પલવલ ગેંગરેપ પીડિત યુવતીએ હવે પોલીસના એક ASI પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

આરોપ છે કે પોલીસકર્મી તેને તપાસના બહાને ઘરેથી બોલાવતો હતો અને ઓયો હોટેલમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારતો હતો.આટલું જ નહીં, તે ગેંગરેપ પીડિત યુવતીને વિરોધ કરશે તો તેને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

પોલીસકર્મીએ કિશોરી પર ગેંગરેપના કેસમાં સંમતિ આપવા માટે દબાણ પણ કર્યું હતું. હવે પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલે પલવલના એસપી રાજેશ દુગ્ગલે જણાવ્યું કે હોડલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામની 15 વર્ષની સગીર છોકરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.યુવતીએ આરોપ લગાવ્યો છે કે 2022માં તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ કર્યા બાદ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો, જેની તપાસ ASI સુશીલા અને ASI હંસરાજ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: લાલબાગના મમ્મીના મર્ડરકેસમાં આરોપી દીકરીએ કોર્ટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

બંને તેને બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ ગયા હતા અને કોર્ટમાં નિવેદન પણ નોંધ્યું હતું.એસપીએ કહ્યું કે અહીંથી એએસઆઈ હંસરાજ તેને સહી કરાવવાના બહાને ઓયો હોટલના રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો.

વિરોધ કરવા પર આરોપી પોલીસકર્મીએ યુવતીને ધમકી આપી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તે તેને મારી નાખશે.એવો પણ આરોપ છે કે તે પછી આરોપી ASI ગેંગરેપના આરોપીઓને મળ્યો અને તેના પર સમજૂતી માટે દબાણ કર્યું.

અધિકારીના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં પીડિતા વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરોપીએ તેને 17,000 રૂપિયાની કિંમતનો ફોન ખરીદ્યો હતો જેથી તે ગેંગરેપ કેસમાંથી નિકળી શકે.

પીડિતાએ આ આખી વાત તેની માતાને જણાવી, ત્યારબાદ બંનેએ ડીએસપી અને પલવલ એસપીને ફરિયાદ કરી.મહિલા પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધ્યો છે.
એસપીએ કહ્યું છે કે ફરિયાદના આધારે કેસ નોંધીને મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જો કોઈ દોષિત જણાશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

national news haryana Crime News