09 September, 2023 10:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ ફોટો
ગુવાહાટી : મણિપુર હિંસાની વધુ એક ઘટનામાં ઓછામાં ઓછા બે જણનાં મૃત્યુ અને ૨૦ જણ ગંભીર ઘાયલ થયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યા મુજબ ટેન્ગનૌપાલ જિલ્લાના પલ્લેલ ટાઉનમાં સ્થાનિક હથિયારધારીઓ અને સેનાના જવાનો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ ભયાનક દૃશ્યોમાં એક બાજુ ઘાયલોને લઈ જતી ઍમ્બ્યુલન્સ તો બીજી તરફ સેનાના જવાનો ઘાયલ થતા જોવા મળ્યા હતા. એક અધિકારીએ જણાવ્યા અનુસાર ૬ વાગ્યે ગોળીબાર શરૂ થયો અને લાંબા સમય સુધી ચાલ્યો હતો. ટોરબંગના
રણપ્રદેશ તરફ કૂચ કરતા
વિષ્ણુપુરમાં વિરોધીઓ ભેગા થયા હતા અને બે દિવસ બાદ તેમણે આર્મીનાં બૅરિકેડ તોડવાનો પ્રયાસ કરતાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારમાં તણાવ યથાવત્ હોવાથી મણિપુર પોલીસ અને આસામ રાઇફલ ટિયર ગૅસના સેલ છોડીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મણિપુરના પાંચ જિલ્લાઓમાં આ વિરોધ પહેલાં સંપૂર્ણ કરફ્યુ લાદવામાં આવ્યો હતો. મૈતેયીઓને શિડ્યુલ ટ્રાઇબ્સમાં સમાવવાની મણિપુર હાઈ કોર્ટની ભલામણના આદેશ સામે વિરોધ ફાટી નીકળ્યો હતો, જેણે હિંસક સ્વરૂપ લેતાં અત્યાર સુધી આશરે ૧૮૦ લોકો માર્યા ગયા છે અને હજારો લોકોનું જીવન વેરવિખેર થઈ ગયું છે.
૩ મેએ એક માર્ચ યોજાઈ હતી, જે કુકી અને મૈતેયી સંઘર્ષના પગલે હિંસામાં પરિવર્તિત થઈ હતી. સેનાએ એક બફર ઝોન તૈયાર કર્યો જેથી મૈતેયી અને કુકી વચ્ચેના ઝઘડાને રોકી શકાય. મણિપુરની વસ્તીમાં મૈતેયી ૫૩ ટકા ઇમ્ફાલ અને ટ્રાઇબલ
એરિયામાં છે, જ્યારે નાગા અને કુકી ૪૦ ટકા મોટા ભાગે હિલ
વિસ્તારમાં છે.