મુસ્લિમ સંગઠનના પ્રમુખ CAB બિલને સુપ્રીમમાં પડકારશે

12 December, 2019 01:06 PM IST  |  New Delhi

મુસ્લિમ સંગઠનના પ્રમુખ CAB બિલને સુપ્રીમમાં પડકારશે

પ્રમુખ મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા

લોકસભા બાદ રાજ્યસભામાં પણ નાગરિકતા બિલ પાસ થઇ ગયું છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે નાગરિકતા સંશોધન બિલને લઇને દેશના પ્રમુખ મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદે કહ્યું કે, આ બીલને તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. જમીયત પ્રમુખ મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં કહ્યું, તે આ બિલ બંધારણની મુળ ભાવના વિરૂદ્ધ છે અને તેથી જમીયત તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

આ બિલ બંધારણની કલમ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે

આ બિલને લઇને તેઓએ વધુમાં કહ્યું કે, 'આ બિલ બંધારણની કલમ 14 અને 15 નું ઉલ્લંધન કરે છે. તેનુ પુર્ણ ડ્રાફ્ટ ધાર્મિક ભેદભાવ અને પૂર્વાગ્રહની સાથે તૈયાર કર્યો છે. 'મદનીએ પણ કહ્યું કે, આ બિલ દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે. કારણ કે તેમાં દસ્તાવેજ વિના નાગરિકતા આપવાની જોગવાઇ છે.

આ પણ વાંચો : CAB ના વિરોધમાં ગુવાહાટીમાં બંધનું ઉલ્લંઘન થતાં સેનાની ફ્લેગ માર્ચ

મહત્વનું છે કે
, રાજ્યસભાએ બુધવારે મોડી રાત્રે નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી દીધી હતી. આ પહેલા સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક પજવણીના કારમે ભારત આવેલા હિન્દુ, સિખ, બોદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના લોકો ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવાને પાત્ર બનવાની જોગવાઇ છે.

national news supreme court