બિહારમાં જાતીય ગણના પર પટના હાઈકૉર્ટે મૂક્યો સ્ટે, 3 જુલાઈએ થશે આગામી સુનાવણી

04 May, 2023 04:50 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

નીતિશ સરકારે 18 ફેબ્રુઆરી 2019 અને 27 ફેબ્રુઆરી 2020ના જાતીય જનગણનાનો પ્રસ્તાવ બિહાર વિધાનસબા અને વિધાન પરિષદમાં પાસ કરાવી ચૂકી છે.

પ્રતીકાત્મક તસવીર : સૌજન્ય મિડ-ડે

બિહારમાં (Bihar) જાતીય ગણના પર પટના હાઈકૉર્ટે ઇન્ટરિમ સ્ટે મૂકી દીધો છે. કેસની આગામી સુનાવણી 3 જુલાઈના રોજ થશે. નીતિશ સરકાર માટે આ મોટો ઝટકો છે. બિહારમાં જાતિ આધારિત સર્વેને જાતિગત જનગણના અથવા જાતીય ગણના પણ કહેવામાં આવી રહી છે. સુપ્રીમ કૉર્ટમાં જાતિ આધારિત સર્વેને રદ કરવા માટે અરજીઓ દાખલ થઈ હતી, પણ કૉર્ટે તરત આ મામલે દખલ દેવાની ના પાડી દીધી હતી. જણાવવાનું કે નીતિશ સરકાર જાતિગત ગણના કરાવવાના પક્ષમાં રહી છે. નીતિશ સરકારે 18 ફેબ્રુઆરી 2019 અને 27 ફેબ્રુઆરી 2020ના જાતીય જનગણનાનો પ્રસ્તાવ બિહાર વિધાનસબા અને વિધાન પરિષદમાં પાસ કરાવી ચૂકી છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જાતિગત ગણના પર હાઈકૉર્ટની અંતરિમ રોક પર કહ્યું કે અમારી સરકાર જાતિગત ગણના કરાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે રાજ્યામાં અંતિમ છોરે ઊભેલા વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે આ સર્વે કરી રહ્યા છીએ. અમે અમારા પ્રયત્નો ચાલુ રાખીશું. 

અરજીકર્તાના વકીલ દીનૂ કુમારે કહ્યું કે સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું હતું અરજીકર્તા હાઈકૉર્ટ જઈ શકે છે. પ્રથમ દ્રષ્ટ્યા આ `પબ્લિસિટી ઈન્ટ્રેસ્ટ લિટિગેશન` લાગે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આ સર્વે જનતાની ભલાઈ માટે કરવામાં આવી રહ્યો છે. આના આધારે જ ભવિષ્યમાં લોકકલ્યાણકારી નીતિઓ સરકાર ઘડશે.

બિહારમાં જાતિગત ગણના પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. સવાલ એ છે કે શું બિહાર સરકાર જાતિગત ગણના કરાવવાની કાર્યવાહી કરાવી રહી છે તે સંવિધાનના મૂળ ઢાંચાનું ઉલ્લંઘન છે? શું ભારતીય સંવિધાન રાજ્ય સરકારને જાતીય ગણના કરાવવાનો અધિકાર આપે છે? શું 6 જૂનના બિહાર સરકારના ઉપ સચિવ દ્વારા જાહેર અધિસૂચના ગણના કાયદો 1948 વિરુદ્ધ છે? શું કાયદાના અભાવમાં જાતિ ગણનાની અધિસૂચના, રાજ્યને કાયદાકીય પરવાનગી આપે છે? શું રાજ્ય સરકારનો જાતિગત ગણના કરાવવાનો નિર્ણય બધા રાજનૈતિક દળો દ્વારા એકસમાન નિર્ણયથી લેવામાં આવ્યો છે?

આ પણ વાંચો : UP: STFના એન્કાઉન્ટરમાં માર્યો ગયો વધુ એક ગેંગસ્ટર: જામીન પર હતો બહાર, જાણો વિગત

નોંધનીય છે કે બિહાર સરકારે ગયા વર્ષે જાતિગત જનગણના કરવાનો નિર્ણય લીધો હતો. આનું કામ જાન્યુઆરી 2023થી શરૂ થયું હતું અને આ મે સુધી પૂરું થવાનું હતું પણ હવે હાઈકૉર્ટે આ મામલે 3 જુલાઈ સુધી સ્ટે મૂકી દીધો છે.

national news bihar patna nitish kumar