ચાર દિવસ બાદ સરકારનો યૂ-ટર્ન, હવે મધ્ય પ્રદેશમાં `ધ કેરલા સ્ટોરી` પર લાગશે ટેક્સ

10 May, 2023 07:52 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

મધ્યપ્રદેશ (Madhya pradesh)સરકારે `ધ કેરલા સ્ટોરી` (The Kerala Story)નો ટેક્સ ફ્રી નિર્ણય પાછો ખેંચી લીધો છે. 6 મેના રોજ રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ વિભાગે ફિલ્મને કરમુક્ત બનાવવાનો આદેશ જારી કર્યો હતો.

ધ કેરલા સ્ટોરી ફિલ્મ

મધ્યપ્રદેશ (Madhya pradesh)સરકારે `ધ કેરલા સ્ટોરી` (The Kerala Story)નો ટેક્સ ફ્રી નિર્ણય પાછો ખેંચી લીધો છે. 6 મેના રોજ રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ વિભાગે ફિલ્મને કરમુક્ત બનાવવાનો આદેશ જારી કર્યો હતો. 10મી મેના રોજ નવો ઓર્ડર જારી કરીને જૂનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે.

વાણિજ્ય વેરા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આરપી શ્રીવાસ્તવે 10 મેના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 10 મે, 2023થી અમલમાં આવતા 06.05.2023ના વિભાગના આદેશ નંબર 1145/2023/05 (સેક્શન-1)ને રદ કરે છે. રાજ્ય સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કર્ણાટકમાં મતદાન ચાલી રહ્યું છે તેવા દિવસે રદ કરવાનો આદેશ આવ્યો છે. જેના કારણે વિપક્ષ આ ફિલ્મનો સમય, તેને ટેક્સ ફ્રી કરવાનો આદેશ અને હવે તેને ફરીથી ટેક્સેબલ બનાવવાના આદેશને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યો છે.

તેની રજૂઆત બાદથી વિવાદો
સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ઘણા રાજ્યોમાં આ ફિલ્મનો જોરદાર વિરોધ પણ થઈ રહ્યો છે. ઘણા લોકો `ધ કેરલા સ્ટોરી`ની તરફેણમાં પણ છે. તે કેટલાક રાજ્યોમાં કરમુક્ત છે. અને પશ્ચિમ બંગાળમાં તો ફિલ્મ પર જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બીજેપીના એમએલએ અને એમપી ફ્રીમાં બતાવશે ‘ધ કેરલ સ્ટોરી’

શિવરાજે વકીલાત કરી હતી
ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશમાં ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવી ચુક્યા છીએ. આ મૂવી જાગરૂકતા બનાવે છે, તેથી જ દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. માતા-પિતા, પુત્ર-પુત્રીઓએ અવશ્ય જોવું. આ કારણે મધ્યપ્રદેશ સરકાર ફિલ્મ `ધ કેરલા સ્ટોરી`ને ટેક્સ ફ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે દીકરીઓ ક્ષણિક લાગણીના કારણે `લવ જેહાદ`ની જાળમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરે છે. આ ફિલ્મ આતંકવાદના વિવિધ સ્વરૂપોને પણ ઉજાગર કરે છે.

national news madhya pradesh the kerala story