એમપીમાં ત્રણ જણની ધરપકડ સાથે આઇએસઆઇએસના ટેરર મૉડ્યુલનો પર્દાફાશ

28 May, 2023 10:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એનઆઇએના એક પ્રવક્તાએ ગઈ કાલે જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ મધ્ય પ્રદેશમાં ત્રણ જણની ધરપકડ કરીને આઇએસઆઇએસની સાથે જોડાયેલા ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એનઆઇએના એક પ્રવક્તાએ ગઈ કાલે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ પોલીસના ઍન્ટિ-ટેરર સ્ક્વૉડની સાથે મળીને એક જૉઇન્ટ ઑપરેશનમાં જબલપુરમાં ૧૩ જગ્યાઓએ રાતોરાત દરોડા પાડીને આ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓનાં નામ સય્યદ મમૂર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ શાહિદ છે. તેમને ત્રણેયને ભોપાલમાં એનઆઇએના કેસ માટેના સ્પેશ્યલ જજ રઘુવીર પ્રસાદ પટેલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. એનઆઇએના પ્રવક્તાએ વધુ જણાવ્યું હતું કે અનેક ધારદાર હથિયારો, વિસ્ફોટકો, અપરાધ પુરવાર કરતા દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસને દરોડા દરમ્યાન જપ્ત કરવામાં આવ્યાં હતાં. 

national news madhya pradesh