ચંદ્રબાબુ નાયડુને સેન્ટ્રલ જેલમાં ખસેડાયા

12 September, 2023 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમને ૨૦૦ કિલોમીટરની મુસાફરી બાદ વિજયવાડાના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં રાજામહેન્દ્રવરમ ખાતેની જેલમાં લવાયા હતા. ઈસ્ટ ગોદાવરી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પી. જગદીશના જણાવ્યાનુસાર ‘ચંદ્રબાબુ નાયડુને ૧.૨૦ વાગ્યે જેલમાં લવાયા હતા’

ચંદ્રબાબુ નાયડુ

રાજામહેન્દ્રવરમ (પી.ટી.આઇ) ઃ તેલુગુ દેસમ પાર્ટીના ચીફ એન. ચંદ્રબાબુ નાયડુને કરોડોના ભ્રષ્ટાચાર કરવાના કેસમાં વિજયવાડા કોર્ટમાં હાજર કરાયા હતા, કોર્ટ દ્વારા ૧૪ દિવસ જુડિશ્યલ કસ્ટડીમાં મોકલતાં સોમવારે અહીંની સેન્ટ્રલ જેલમાં ખસેડાયા 
હતા. તેમને ૨૦૦ કિલોમીટરની મુસાફરી બાદ વિજયવાડાના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં રાજામહેન્દ્રવરમ ખાતેની જેલમાં લવાયા હતા. ઈસ્ટ ગોદાવરી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પી. જગદીશના જણાવ્યાનુસાર ‘ચંદ્રબાબુ નાયડુને ૧.૨૦ વાગ્યે જેલમાં લવાયા હતા’. ચંદ્રબાબુ નાયડુને કોર્ટ દ્વારા સ્પેશ્યલ રૂમ અને ઘરનું ખાવાનું 
તેમ જ દવાઓ માટે મંજૂરી આપવામાં આવી હતી. ૭૩ વર્ષના ભૂતપૂર્વ 
મુખ્ય પ્રધાનને તેમના જીવન પરના કથિત જોખમને ધ્યાનમાં રાખીને 
જેલની અંદર એક અલગ આવાસ આપવામાં આવ્યો છે. ચંદ્રબાબુ નાયડુની સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન સ્કૅમ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગઈ કાલે ધરપકડ સામે રાજ્યવ્યાપી બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ આને રાજકીય કાવતરું ગણાવ્યું હતું. 

national news andhra pradesh