બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં સમસ્યા, તેંલગાણામાં કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ

04 April, 2023 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી એરલાઈન કંપની ઈન્ડિગોની ફ્લાઈટમાં મુશ્કેલી ઉભી થતાં તેંલગાણામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી એરલાઈન કંપની ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight) (6E897)નું મંગળવારે સવારે તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી જેના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું છે કે આ વિમાનમાં 137 મુસાફરો હતા. ડીજીસીએએ કહ્યું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે.

અગાઉ પક્ષી કાર્ગો પ્લેન સાથે અથડાયું હતું

આ પહેલા 1 એપ્રિલના રોજ દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન પક્ષી સાથે અથડાયું હતું. આ પછી, એલર્ટ જારી કર્યા પછી, તેને દિલ્હી એરપોર્ટ પર પાછો લાવવામાં આવ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પક્ષી અથડાવાને કારણે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. જોકે, થોડા સમય બાદ પ્લેન ફરી ટેક ઓફ થયું હતું.

આ પણ વાંચો: Twitter Logo:એલન મસ્કે બદલ્યો લોગો, હવે બ્લૂ બર્ડને બદલે દેખાશે આ શ્વાન

national news varanasi bengaluru indigo