26 July, 2025 01:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૂગલના CEO સુંદર પિચાઈ
ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના શેરના ભાવમાં થયેલા વધારા સાથે ગૂગલના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સુંદર પિચાઈ. ડૉલરના ચલણમાં અબજોપતિ બન્યા છે. બ્લૂમબર્ગ બિલ્યનેર ઈન્ડેક્સ અનુસાર ૫૩ વર્ષના પિચાઈની કુલ સંપત્તિ ૧.૧ બિલ્પન ડોલર (આશરે ૯૫૧૪ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. ઈન્ફર્મેશન ટેકનોલોજી કંપનીના સ્થાપક ન હોય એવા CEO માટે આ એક દુર્લભસિદ્ધિ છે. આ મહિને પિચાઈ કંપનીના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા CEO બન્યા છે. ૨૦૦૪માં તેઓ ગૂગલમાં જોડાયા હતા અને ૨૦૧૫માં તેમને CEO બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯માં તેમને આલ્કાબેટ કંપનીના પણ CEO બનાવવામાં આવ્યા હતા.
સુંદર પિચાઈ કંપનીમાં ૦.૦૨ ટકા આર્થિક હિસ્સો પરાવે છે. જેની કિંમત લગભગ ૪૪૦ મિલિયન ડોલર છે, જેનાથી તેમની સંપત્તિનો મોટો ભાગ રોકડમાં બચ્ચે છે. તેમણે છેલ્લા દાયકામાં ૬૫૦ મિલ્યનથી વધુ મૂલ્યના આલ્ફાબેટ શેર વેચી દીધા છે. આ વેચાણથી તેમને એક બાષન
ડોલરથી વધુનો સંભવિત લાભ થયો છે. જો તેમણે તેમના બધા શેર જાળવી રાખ્યા હોત વર્તમાન ભાવે તેમનો હિસ્સો ૨.૫ બિબન ડોલરથી વધુ હોત એમ બ્લૂમબર્ગ બિલ્પનેર ઈન્ડેક્સ જણાવે છે.