સુધા મૂર્તિનું ૩૦૦મું પુસ્તક પ્રકાશિત થયું

02 September, 2024 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હવે તેમને રાજ્યસભાના તેમના અનુભવો વિશે પુસ્તક લખવું છે

પુસ્તક વિમોચન સમારંભની તસવીર

લેખક, રાજ્યસભાનાં મેમ્બર અને સમાજસેવિકા સુધા મૂર્તિએ તાજેતરમાં તેમનું ૩૦૦મું પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકનું નામ છે ‘ગ્રૅન્ડપા’ઝ બૅગ ઑફ સ્ટોરીઝ’.

વાર્તાઓ અને અનુભવોના માધ્યમથી જીવનની ગૂઢ વાતોને સમજાવતાં સુધા મૂર્તિનાં પુસ્તકો અનેક ભાષાઓમાં પ્રકાશિત થયાં છે. તેમણે ૩૫ અંગ્રેજી, ૩૪ હિન્દી, ૩૩ તેલુગુ પુસ્તકો લખ્યાં છે. એ ઉપરાંત ઉર્દૂ, ડોગરી, કાશ્મીરી અને ઇટાલિયન ભાષામાં પણ તેમનાં પુસ્તકો આવ્યાં છે. આ પુસ્તકના લોકાર્પણ દરમ્યાન અભિનેત્રી ટ્‍વિન્કલ ખન્ના સાથેના સંવાદમાં સુધા મૂર્તિએ કહ્યું કે એક વાર રાજ્યસભાનાં સભ્ય તરીકેની મારી ટર્મ પૂરી થશે એ પછીથી મારા એ અનુભવો પર પણ મારે એક પુસ્તક લખવું છે.

sudha murthy twinkle khanna national news life masala