26 December, 2021 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ 25 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તેમની પુત્રી શનેલની સગાઈ અર્જુન ભલ્લા સાથે થઈ ગઈ છે. સ્મૃતિ ઈરાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કપલની સુંદર તસવીરો પોસ્ટ કરી છે. પ્રથમ તસવીરમાં અર્જુન દેખાય છે, જે ઘૂંટણિયે બેસીને શનીલને પ્રપોઝ કરી રહ્યો છે. બીજી તસવીરમાં કપલ એક ફ્રેમમાં હસતાં જોવા મળે છે.
આ સાથે જ સ્મૃતિએ કેપ્શનમાં લખ્યું છે કે, "અર્જુન ભલ્લાન અમારા પરિવારમાં આપનું સ્વાગત છે."
સ્મૃતિ ઈરાનીની પોસ્ટ પર કોમેન્ટ્ બોક્સ અભનિંદન મેસેજથી ભરાઈ ગયુ છે. એકતા કપૂર અને મૌની રોય સહિત ઘણી હસ્તીઓ અને સ્મૃતિના નજીકના મિત્રો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.
શનેલ ઝુબીન ઈરાનીની પ્રથમ પત્ની મીરા ઈરાનીની પુત્રી છે. શેનેલ સિવાય સ્મૃતિને બે સંતાન છે, જોહર અને જોશ.
નોંધનીય છે કે સ્મૃતિ ઈરાની કેન્દ્રીય કાપડ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. ટેલિવિઝન ઉદ્યોગમાં પોતાનું નામ બનાવતા પહેલા, ઈરાની સૌંદર્ય સ્પર્ધા મિસ ઈન્ડિયા 1998ની સ્પર્ધકોમાંની એક હતી.
તેમની રાજકીય કારકિર્દીના ઘણા સમય પહેલા, તેમણે એકતા કપૂરના શોમાં `તુલસી`નું પાત્ર ભજવ્યું હતું. આઠ વર્ષ સુધી ચાલતા ડેઈલી સોપે તેમને ઘરે-ઘરે પ્રખ્યાત બનાવ્યાં હતા.