14 February, 2026 09:10 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
SUVના ફુરચેફુરચા ઊડી ગયા હતા
કર્ણાટકની રાજધાની બૅન્ગલોર પાસેના હાઇવે પર ગઈ કાલે સવારે એક સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV) કારની બેફામ ગતિને બાઇક, કૅન્ટર ટ્રક અને બીજી કાર વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. આ મલ્ટિ-વેહિકલ અકસ્માત એટલો ભીષણ હતો કે ઘટનાસ્થળે જ ૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને SUVના ફુરચા ઊડી ગયા હતા. એક કારનાં વ્હીલ્સ છૂટાં પડી ગયાં હતાં અને ટ્રક ડિવાઇડર તોડીને સામેની સાઇડ પલટી ખાઈ ગઈ હતી. બૅન્ગલોર પાસેના નૅશનલ હાઇવે પર સત્યવર ગામ પાસે આ અકસ્માત થયો હતો.
પલટી ખાઈ ગયેલી ટ્રક
આ અકસ્માત જોનારા લોકોનું કહેવું છે કે એક SUVએ ફુલ સ્પીડમાં પાછળથી એક બાઇકને ટક્કર મારી હતી. એ ટક્કર પછી SUV નિયંત્રણ ગુમાવી બેઠી અને કૅન્ટર ટ્રક સાથે અથડાઈ અને પછી બીજી એક કાર પર ચડી ગઈ. SUVમાં બેઠેલા ૬ જણ અને બાઇકસવાર એમ કુલ ૭ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.