Karnatak: મોંઘી પડી આ સરકારની ટીકા, સ્કૂલના શિક્ષક થયા સસ્પેન્ડ

22 May, 2023 05:54 PM IST  |  Karnataka | Gujarati Mid-day Online Correspondent

વિસ્તારના શિક્ષા અધિકારી એલ જયપ્પાએ સસ્પેન્શનના આદેશ જાહેર કરતા જણાવ્યું કે શિક્ષકે સિદ્ધારમૈયાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા દરમિયાન સરકારી સેવા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

સિદ્ધારમૈયા (તસવીર સૌજન્ય મિડ-ડે)

કર્ણાટકમાં (Karnataka) એક સ્કૂલના શિક્ષકને સોશિયલ મીડિયા પર સિદ્ધારમૈયા સરકારની ટીકા કરવી મોંઘી પડી ગઈ. શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિસ્તારના શિક્ષા અધિકારી એલ જયપ્પાએ સસ્પેન્શનના આદેશ જાહેર કરતા જણાવ્યું કે શિક્ષકે સિદ્ધારમૈયાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા દરમિયાન સરકારી સેવા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. કર્ણાટક કૉંગ્રેસ (Congress) સરકારની આ કાર્યવાહી પર બીજેપીએ નિશાનો સાધ્યો છે. 

ટીકા કરવા માટે જે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમનું નામ શાંતામૂર્તિ એમજી છે. તે ચિત્રદુર્ગ જિલ્લાના હોસદુર્ગાના રહેવાસી છે. શાંતામૂર્તિ કનુબહલ્લી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત હતા. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સરકારને પૂછ્યું હતું કે મફતની રેવડી વહેંચવા સિવાય તમે બીજું કરી પણ શું શકો છો?

શાંતામૂર્તિએ પોતાની પોસ્ટમાં કર્ણાટકના જૂના મુખ્યમંત્રીઓ અને તેમના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે પૂર્વ સીએમ એસએમ કૃષ્ણાના કાર્યકાળ દરમિયાન 3590 કરોડ રૂપિયા, ધર્મ સિંહના કાર્યકાળ દરમિયાન 15635 કરોડ રૂપિયા, એચડી કુમારસ્વામી 3,545 કરોડ રૂપિયા, બીએસ યેદિયુરપ્પા 25,653 કરોડ રૂપિયા, ડીવી સદાનંદ ગૌડા 9464 કરોડ રૂપિયા, જગદીશ શેટ્ટાર 13,464 કરોડ રૂપિયા અને સિદ્ધારમૈયાના કાર્યકાળમાં 2,42,000 કરોડ રૂપિયા ઋણ રહ્યું.

કર્ણાટક (Karnataka) સરકારના આ નિર્ણય પર નિશાનો સાધતા BJP આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું, "કર્ણાટકમાં એક રાજ્ય સંચાલિત પ્રાથમિક વિદ્યાલયના એક શિક્ષકને મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાની ટીકા કરનારા FB પોસ્ટ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે ફક્ત એ જણાવ્યું હતું કે પછીથી આવનાર ઘણી બધી સુવિધાઓ મફત આપવાના વાયદા કરી શકે છે, આથી રાજ્યનું ઋણ હંમેશાં વધી જાય છે. સત્ય કડવું હોય છે."

આ પણ વાંચો : ધમકીઓ વચ્ચે સમીર વાનખેડેને આગામી સુનાવણી સુધી રાહત, કોર્ટે આપ્યો સમય

સિદ્ધારમૈયાએ સીએમ બનતા જ લાગુ કરી પાંચ ગેરેન્ટી
સીએમ બનતા જ સિદ્ધારમૈયાએ પહેલી કેબિનેટ મીટિંગ સાથે જ ચૂંટણી વાયદા પ્રમાણે પાંચ ગેરેન્ટી યોજનાને લાગુ કરી દેવામાં આવી. કૉંગ્રેસની 5 ગેરન્ટી યોજનાઓમાં બધા ઘરોને 200 યૂનિટ ફ્રી વીજળી, દરેક પરિવારની મહિલા મુખિયાને બે હજાર રૂપિયા મહિના, બીપીએલ પરિવારના દરેક સભ્યને 10 કિલો ફ્રી ચોખા, બેરોજગાર સ્નાતક યુવાનો માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને બે વર્ષ માટે 1500 રૂપિયા અને સાર્વજનિક પરિવહન બસોમાં મહિલાઓ માટે ફ્રી યાત્રા સામેલ છે.

congress national news karnataka