માલેગાંવ બ્લાસ્ટ-કેસ સંદર્ભે પ્રજ્ઞા સિંહ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત

08 June, 2019 12:51 PM IST  |  મુંબઈ

માલેગાંવ બ્લાસ્ટ-કેસ સંદર્ભે પ્રજ્ઞા સિંહ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત

પ્રજ્ઞા સિંહ ઠાકુર

૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ-કેસ સંદર્ભે ચાલુ અઠવાડિયામાં બે વખત કોર્ટ સમક્ષ હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા બાદ ગઈ કાલે બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર મુંબઈમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્પેશિયલ એનઆઇએ જજ વી. એસ. પડલકરે પ્રજ્ઞા સિંહ ઠાકુરને માલેગાંવ બ્લાસ્ટ-કેસ વિશે કાંઈ કહેવું છે કે નહીં એવો પ્રfન કરતાં તેમણે મને ખબર નથી એવો જવાબ આપ્યો હતો. માલેગાંવ બ્લાસ્ટ-કેસના તમામ આરોપીઓને સ્પેશિયલ કોર્ટે અઠવાડિયામાં એક વખત હાજર રહેવાના આપેલા આદેશને અનુલક્ષીને બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર કોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો : કેરલમાં આજે દસ્તક દઈ શકે છે ચોમાસું, જાહેર કરવામાં આવ્યું અલર્ટ

અત્યાર સુધીમાં કોર્ટે ડૉક્ટર્સ અને પંચ સહિત કુલ ૧૧૬ સાક્ષીઓની તપાસ કરી હતી. જોકે મોટા ભાગની સુનાવણીમાં આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુરના સ્થાને તેમના વકીલ હાજર રહ્યા હતા.

sadhvi pragya singh thakur national news