27 June, 2024 09:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત અને ચિરાગ પાસવાન
નવનિર્વાચિત સંસદસભ્યો કંગના રનૌત અને ચિરાગ પાસવાન ગઈ કાલે લોકસભામાં પ્રવેશતી વખતે એકદમ હળવા મૂડમાં વાતચીત કરતાં જોવા મળ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીની કંગના હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ચૂંટણી જીતી છે, જ્યારે લોક જનશક્તિ પાર્ટીનો ૪૧ વર્ષનો ચિરાગ બિહારના હાજીપુરથી ચૂંટાયો છે અને કૅબિનેટ મિનિસ્ટર પણ બન્યો છે. કંગના અને ચિરાગે બૉલીવુડની ફિલ્મ ‘મિલે ના મિલે હમ’માં સાથે કામ કર્યું હતું. ૨૦૧૧માં આવેલી આ ફિલ્મ ચિરાગની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. ત્યાર બાદ તે પિતા રામ વિલાસ પાસવાનને પગલે પૉલિટિક્સમાં જતો રહ્યો હતો.