પશ્ચિમ બંગાળનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ, પ્રિયંકા સામેલ

13 March, 2021 04:21 PM IST  |  New Delhi | Agencies

પશ્ચિમ બંગાળનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ, પ્રિયંકા સામેલ

પશ્ચિમ બંગાળનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ, પ્રિયંકા સામેલ

કૉન્ગ્રેસે પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભાની ચૂંટણીઓના પ્રથમ તબક્કા માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી શુક્રવારે બહાર પાડી હતી. કૉન્ગ્રેસના સ્ટાર પ્રચારકોમાં અગ્રણી ચહેરાઓમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે. આ સિવાયના અન્ય સ્ટાર પ્રચારકોમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ જેવાં નામ છે.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ, કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સિંહ સૂરજેવાલા, બે ભૂતપૂર્વ ક્રિકેટરો નવજોત સિંહ સિદ્ધુ અને મહમ્મદ અઝહરુદ્દીનનાં નામ પણ આ યાદીમાં સામેલ છે. કૉન્ગ્રેસ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) અને ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઇએસએફ) સાથેના ગઠબંધનમાં પશ્ચિમ બંગાળમાં ૯૨ બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. એ. એચ. ખાન ચૌધરી, દીપા દાસમુન્શી અને પ્રદીપ ભટ્ટાચાર્ય જેવાં સ્થાનિક નેતાઓનાં નામ પણ કૉન્ગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
પશ્ચિમ બંગાળમાં ૨૭ માર્ચથી આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ રહ્યો છે અને ચૂંટણી બીજી મે સુધી ચાલશે.

national news priyanka gandhi rahul gandhi