રાહુલ ગાંધી હવે બ્રિટિશ સંસદસભ્યોને સંબોધશે

05 March, 2023 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ લંડનમાં ભારતીયોને મળશે. ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના યુકેના પ્રેસિડન્ટ કમલ ધાલિવાલે કહ્યું હતું કે ‘રજિસ્ટ્રેશન પહેલાં જ ૨૦૦૦થી વધુ થઈ ગયું છે.’

ફાઇલ તસવીર

નવી દિલ્હી : કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલી સ્પીચને લઈને પહેલાં જ ખૂબ વિવાદ જાગ્યો છે. હવે તેઓ બ્રિટિશ સંસદસભ્યોને સંબોધશે અને યુકેમાં રહેતા ભારતીયોને મળશે. એટલું જ નહીં, ઇન્ડિયન જર્નાલિસ્ટ અસોસિએશન દ્વારા આયોજિત એક પ્રેસ-કૉન્ફરન્સને પણ સંબોધશે. તેઓ છઠ્ઠી માર્ચ સુધી લંડનમાં રહેશે.

રાહુલ લંડનમાં ભારતીયોને મળશે. ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના યુકેના પ્રેસિડન્ટ કમલ ધાલિવાલે કહ્યું હતું કે ‘રજિસ્ટ્રેશન પહેલાં જ ૨૦૦૦થી વધુ થઈ ગયું છે.’

એટલું જ નહીં, વેસ્ટમિન્સ્ટરના પૅલેસના ગ્રૅન્ડ કમિટી રૂમમાં રાહુલ છઠ્ઠી માર્ચે યુકેના સંસદસભ્યોને સંબોધશે. સંસદના આ કાર્યક્રમનું આયોજન કરનારા ભારતીય મૂળના સંસદસભ્ય વીરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે ‘ડિબેટ માત્ર પૉલિટિકલ ફ્યુચર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ બન્ને દેશોને જોડતા સાંસ્કૃતિક, સામાજિક અને બિઝનેસ સંબંધોને પણ અપનાવવામાં આવશે, કેમ કે યુકેમાં રહેતા લોકો જીવંત બ્રિજ સમાન છે.’

national rahul gandhi congress