20 September, 2025 09:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ-કૉન્ફરન્સમાં ‘ડિલીટ બૉમ્બ’ ફોડ્યા પછી ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પણ આડકતરો હુમલો ચાલુ રાખ્યો હતો. તેમણે લખ્યું હતું, ‘સવારે ૪ વાગ્યે ઊઠો, ૩૬ સેકન્ડમાં બે વોટર કાઢો અને ફરી સૂઈ જાઓ. એમ પણ વોટચોરી થઈ. ચૂંટણીના ચોકીદાર જાગતા રહ્યા, ચોરી જોતા રહ્યા, ચોરોને બચાવતા રહ્યા.’