25 August, 2025 11:19 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધીને યુવક ગાલ પર કિસ કરીને ભાગી ગયો
બિહારમાં મતદાર અધિકાર યાત્રા કરી રહેલા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. પૂર્ણિયાથી અરરિયા સુધીની બાઇકરૅલીમાં બાઇક ચલાવી રહેલા રાહુલ ગાંધીની એકદમ નજીક લાલ શર્ટ પહેરેલો એક યુવાન આવી ગયો હતો. આ યુવાને રાહુલના ગાલ પર કિસ કરી હતી. આ ઘટના જોઈને સુરક્ષા કર્મચારીઓ ચોંકીને રાહુલની આસપાસ ધસી ગયા હતા. એક સુરક્ષા જવાને તરત જ યુવકને રાહુલથી અલગ કરી દીધો હતો અને તેને થપ્પડ મારી દીધી. આ ઘટનાથી રાહુલ ગાંધી પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમણે કોઈ ગુસ્સો બતાવ્યો નહોતો અને બાઇક ચલાવતા રહ્યા હતા. તેમની સાથે પહેલી વાર આવી ઘટના બની છે. પૂર્ણિયામાં રાહુલ ગાંધીને જોવા અને મળવા માટે ભારે ભીડ હતી. બાઇકની આગળ અને પાછળ હજારો લોકો ચાલી રહ્યા હતા.