06 June, 2025 11:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈને બુધવારે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈને બુધવારે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કર્યો હતો. ૨૦૨૫ની ડિફેન્સ ઇન્વેસ્ટિચર સેરેમની (ફેઝ-ટૂ) રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી જેમાં સશસ્ત્ર દળો, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) અને બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (BRO)ના કર્મચારીઓને ૯૨ વિશિષ્ટ સેવા સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. ૩૦ પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), પાંચ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (UYSM) અને ૫૭ અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) વિશિષ્ટ બહાદુરી, અદમ્ય હિંમત અને ફરજ પ્રત્યે અસાધારણ પ્રદર્શન માટે એનાયત કરવામાં આવ્યા હતા.
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ ઑપરેશન સિંદૂર પછી ન્યુઝમાં હતા. તેમણે ઑપરેશન સંબંધિત પ્રેસ-કૉન્ફરન્સમાં મીડિયાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે ઑપરેશન સિંદૂરની વ્યૂહરચના, ધ્યેય અને પરિણામો વિશે વિગતવાર સમજાવ્યું હતું.
DGMO રાજીવ ઘઈ કોણ છે?
DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ એ ઑફિસર છે જેમને પાકિસ્તાનના DGMO મેજર જનરલ કાશિફે યુદ્ધવિરામની અપીલ કરી હતી. આ વાતચીત પછી બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામ વિશે એક કામચલાઉ કરાર થયો હતો. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ ૨૦૨૪ના ઑક્ટોબરમાં DGMO તરીકેની જવાબદારી સંભાળી હતી. આ પહેલાં તેઓ ચિનાર કૉર્ઝના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GCO) તરીકે કાર્યરત હતા. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈને કાશ્મીર વૅલી અને લાઇન ઑફ કન્ટ્રોલ પર આતંકવાદ વિરોધી કામગીરીમાં નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે ઑપરેશન સિંદૂરમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
નરેન્દ્ર મોદી આજે લીલી ઝંડી દેખાડશે આ ટ્રેનને
ગઈ કાલે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલવે-સ્ટેશન પર ઊભેલી વંદે ભારત એક્સપ્રેસ પાસે તહેનાત જવાનો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કટરા-શ્રીનગર વચ્ચેની આ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે.