રાષ્ટ્રપતિ મુર્મુએ સબનરીનમાં યાત્રા કરી ડૉ. કલામ બાદ આમ કરનારાં બીજાં રાષ્ટ્રપતિ

29 December, 2025 02:32 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે કર્ણાટકના કારવાર નૌકાદળ મથક ખાતે સબમરીન INS (ઇન્ડિયન નેવલ સર્વિસ) વાઘષીર સબમરીનમાં સવારી કરી હતી. નૌકાદળના વડા ઍડ્‍મિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ સાથે સવારી કરી હતી.

ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઇન્ડિયન નેવીની સબમરીન INS વાઘષીરમાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે કર્ણાટકના કારવાર નૌકાદળ મથક ખાતે સબમરીન INS (ઇન્ડિયન નેવલ સર્વિસ) વાઘષીર સબમરીનમાં સવારી કરી હતી. નૌકાદળના વડા ઍડ્‍મિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ સાથે સવારી કરી હતી. આ પહેલાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સબમરીનમાં સવારી કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. કલામે ફેબ્રુઆરી ૨૦૦૬માં સબમરીનમાં સફર કરી હતી.
રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળનો ગણવેશ પહેરીને સબમરીનમાં સવારી કરી હતી. P75 સ્કૉર્પિન પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન INS વાઘષીરને જાન્યુઆરીમાં નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી.
દ્રૌપદી મુર્મુ ભારતીય વાયુસેનાનાં બે ફાઇટર જેટમાં બેસનારાં પ્રથમ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ૨૯ ઑક્ટોબરે અંબાલા ઍરફોર્સ સ્ટેશનથી રફાલ ફાઇટરમાં સવારી કરી હતી, જેનાં પાઇલટ સ્ક્વૉડ્રન લીડર શિવાંગી સિંહ હતાં. એ પહેલાં તેમણે ૨૦૨૩ની ૭ એપ્રિલે આસામના તેજપુર ઍરફોર્સ સ્ટેશનમાં સુખોઈ 30 MKI ફાઇટર જેટમાં સવારી કરી હતી.

droupadi murmu apj abdul kalam indian navy national news indian air force