પ્રતિભા પાટીલ પરંપરા તોડી કીમતી ગિફ્ટ લઈને જતાં રહ્યાં

04 August, 2012 08:22 AM IST  | 

પ્રતિભા પાટીલ પરંપરા તોડી કીમતી ગિફ્ટ લઈને જતાં રહ્યાં

 

 

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ફરી એક વાર વિવાદમાં છે. દેશનાં રાષ્ટ્રપતિ તરીકે તેમને જેટલી પણ ગિફ્ટ મળી હતી એ તેઓ પોતાની સાથે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે લઈ ગયાં છે. રાષ્ટ્રપતિને મળેલી ભેટને જનતાની માલિકીની માનવામાં આવે છે. આ તમામ ભેટ સરકારી તોશાખાનામાં રાખવાની પરંપરા છે. જોકે પ્રતિભા પાટીલ આ ભેટો તોશાખાનામાં જમા કરાવવાને બદલે પોતાની સાથે લઈ ગયાં હતાં.

 

પ્રતિભા પાટીલને તેમના કાર્યકાળ દરમ્યાન ૧૫૦ કીમતી ભેટ મળી હતી, જેમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આપેલી ગિફ્ટ પણ સામેલ છે. આ તરફ પ્રતિભા પાટીલ તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ ગિફ્ટ તેમણે પ્રેસિડેન્શિયલ એસ્ટેટ પાસેથી લોન પર મેળવી છે અને જ્યારે માગવામાં આવશે ત્યારે તેઓ આ ગિફ્ટ પરત કરી દેશે. અમરાવતીમાં આવેલી વિદ્યા ભારતી કૉલેજના મ્યુઝિયમમાં આ ભેટો મૂકવાની તેમની યોજના છે. આ કૉલેજ તેમના પરિવારના ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે.