‘પીએમ કા એક હી કાયદા, દેશ ફૂંક કર મિત્રોં કા ફાયદા’

15 March, 2021 04:10 PM IST  |  New Delhi | Mumbai correspondent

‘પીએમ કા એક હી કાયદા, દેશ ફૂંક કર મિત્રોં કા ફાયદા’

‘પીએમ કા એક હી કાયદા, દેશ ફૂંક કર મિત્રોં કા ફાયદા’

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર પર સતત નિશાન તાકતા હોય છે. ફરી એક વાર રાહુલ ગાંધીએ ગૅસ-પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતના તેમ જ રોજગારના મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર-અકાઉન્ટ પરથી ટ્વીટ કરતાં કહ્યું છે કે ‘પીએમ કા એક હી કાયદા, દેશ ફૂંક કર મિત્રોં કા ફાયદા,’
લૉકડાઉનના સમયમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારાના સમાચારવાળા અખબારના કટિંગને ટ‍્વિટર પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું કે ૨૦૨૦માં આપની મિલકતમાં કેટલો વધારો થયો? ઝીરો, કેમ કે આપ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યારે ગૌતમ અદાણીએ ૧૨ લાખ કરોડ રૂપિયાની કમાણી કરીને તેમની સંપત્તિમાં ૫૦ ટકાની વૃદ્ધિ કરી છે.

national news narendra modi rahul gandhi