25 February, 2026 08:48 AM IST | Port Blair | Gujarati Mid-day Correspondent
હેલિકૉપ્ટરમાં બે ક્રૂ-સભ્યો અને એક બાળક સહિત ૭મુસાફરો હતા
દેશમાં હવાઈ-દુર્ઘટનાઓની સંખ્યામાં વધારો થયો છે. સોમવારે રાંચીથી દિલ્હી જતી ઍર ઍમ્બ્યુલન્સ ઝારખંડમાં ક્રૅશ થઈ હતી જેમાં એક દરદી સહિત ૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગઈ કાલે પવનહંસ દ્વારા સંચાલિત એક હેલિકૉપ્ટર આંદામાન અને નિકોબાર ટાપુઓના માયાબંદર નજીક સમુદ્રમાં ક્રૅશ થયું હતું. સદ્નસીબે, એમાં સવાર તમામ ૭ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આવી હવાઈ દુર્ઘટનાઓની વધતી જતી સંખ્યાએ લોકોમાં ચિંતા વધારી છે.
પવનહંસ દ્વારા સંચાલિત એક હેલિકૉપ્ટરે સવારે લગભગ ૮.૪૫ વાગ્યે શ્રી વિજયપુરમ (પોર્ટ બ્લેર)થી માયાબંદર માટે ઉડાન ભરી હતી. લગભગ ૯.૩૦ વાગ્યે એમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને માયાબંદર નજીક સમુદ્રમાં કટોકટી ઉતરાણ કરવું પડ્યું હતું. હેલિકૉપ્ટરમાં બે ક્રૂ-સભ્યો અને એક બાળક સહિત ૭મુસાફરો હતા. બધાને દરિયામાંથી બચાવી લેવામાં આવ્યાં હતાં.