જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઇમરાન ખાનનું થયું રેપ? મેડિકલ રિપોર્ટ વાયરલ

04 May, 2025 06:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ દાવાઓની પુષ્ટિ કરતું નથી, આ દાવો માત્ર સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે હવે દરેકની ધ્યાન ખેંચતા તે વાયરલ થઈ રહ્યો છે.

ઇમરાન ખાન અને વાયરલ પોસ્ટ (તસવીર: સોશિયલ મીડિયા)

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિશે એક ચોંકાવનારા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઇમરાન ખાનને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની જેલમાં તેનું જાતીય શોષણ અને તેમના પર બળાત્કાર થયો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડૉનનો એક સમાચાર કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા શૅર કરવામાં આવી રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સે ઇમરાન ખાનનું રેપ થયું હોવાના મેડિકલ રિપોર્ટ્સ પણ શૅર કર્યા છે.

એક X હેન્ડલે લખ્યું, "પાકિસ્તાની આર્મી મેજર દ્વારા ઇમરાન ખાન પર બળાત્કાર કરવામાં આવ્યો છે." પાકિસ્તાની જેલોમાં કેદીઓ વચ્ચે પુરુષો સામે જાતીય હિંસા ખૂબ સામાન્ય છે. તેઓ વ્યક્તિના ગૌરવ અને ગરિમાને છીનવી લેવા માટે આવું કરે છે.`` તમને જણાવી દઈએ કે આ બધા દાવાઓની કોઈપણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ દાવાઓની પુષ્ટિ કરતું નથી, આ દાવો માત્ર સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે હવે દરેકની ધ્યાન ખેંચતા તે વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ચ મહિનામાં, પાકિસ્તાની ડૉક્ટરોની એક ટીમે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગેના અહેવાલો બાદ તેમનું તબીબી પરીક્ષણ કરવા માટે અદિયાલા જેલની મુલાકાત લીધી હતી. ડૉને કહ્યું હતું કે ચેકઅપ 30 મિનિટ સુધી ચાલ્યું. આ અહેવાલ તાત્કાલિક જાહેર કરવામાં આવ્યો ન હતો. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના અન્ય એક નેતાએ દાવો કર્યો હતો કે ખાનને તેમની બહેનો કે અન્ય સંબંધીઓને મળવાની પણ મંજૂરી નથી. ખાનના ફેમિલી ડૉક્ટરને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી હતી.

શું છે મામલો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ૧૯ કરોડ પાઉન્ડના જમીન ભ્રષ્ટાચાર કેસમાં દોષી ગણવામાં આવ્યા હતા અને ૧૪ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. મતેની પત્ની બુશરાદેવીને પણ આ કેસમાં દોષી ગણવામાં આવી છે. તેને ૭ વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ઇમરાન ખાનને ૧૦ લાખ અને બુશરાદેવીને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ૨૦૨૩ના ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનના ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ સરકારી તિજોરીને ૫૦ અબજ રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આરોપમાં કેસ કર્યો હતો. ઇમરાન ખાનના પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પક્ષે ‘એક્સ’ પર આક્ષેપ કર્યો છે કે એક સપ્તાહ પૂર્વે ઇમરાનનાં પત્ની બુશરાને કેમિકલ ભેળવેલું ભોજન આપવામાં આવ્યું હતું, જેથી તેમને પેટ અને ગળામાં બળતરા થઈ હતી. તહરિક-એ-ઇન્સાફ પક્ષે જણાવ્યું કે બુશરા કાંઈ પણ ખાવા માટે અસમર્થ છે અને નાદુરસ્ત છે.

imran khan pakistan Rape Case viral videos jihad international news