03 August, 2025 06:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
૪૫૦૦થી વધુ લોકોની ChatGPT સાથેની પ્રાઇવેટ ચૅટ્સ જાહેર થઈ ગઈ છે. ઇન્ટરનેટ ઍક્સેસ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ ચૅટ્સ યુઝર્સના નામ અને સ્થાન સાથે મેળવી શકે એમ છે. જોકે ગૂગલ હવે એને દૂર કરવાની કામગીરીમાં લાગી ગયું છે.
ChatGPTના વપરાશકારોએ મિત્રો સાથે તેમની ચૅટ્સ શૅર કરી હતી. જોકે આ શૅરિંગમાં ChatGPT એક જાહેર URL જનરેટ કરતું હતું, જેને કોઈ પણ શોધી શકે છે. જોકે ઓપનAI હવે આ લિન્ક્સને દૂર કરવા માટે કામ કરી રહી છે.
OpenAIએ કહ્યું હતું કે શૅર કરેલી ચૅટ્સ ટૂંકા ગાળાના પ્રયોગ માટે હતી. યુઝર્સે જ્યારે પ્લૅટફૉર્મના બિલ્ટ-ઇન શૅર બટનનો ઉપયોગ કરીને ChatGPT વાતચીત શૅર કરી ત્યારે તેમને સર્ચ-એન્જિનમાં ચૅટ દેખાય એ માટેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.