ભગત સિંહ જન્મજયંતી: ચાર્લી ચેપલિનની ફિલ્મોના શોખીન હતા ભગત સિંહ

28 September, 2020 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભગત સિંહ જન્મજયંતી: ચાર્લી ચેપલિનની ફિલ્મોના શોખીન હતા ભગત સિંહ

ભગત સિંહ (ફાઇલ ફોટો)

ભારતની આઝાદીની લડાઇમાં શહીદ ભગત (Bhagat Singh) સિંહનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. તેમણે રાષ્ટ્રવાદી આંદોલનના સૌથી પ્રભાવશાળી ક્રાંતિકારીઓમાંના એક માનવામાં આવે છે. ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના અવિભાજિત ભારતના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેમનું પૈતૃક ગામ ખટ્કડ કલાં છે જે પંજાબ (ભારત)માં છે. 23 માર્ચ 1931ના ભગત સિંહ પોતાના ક્રાંતિકારી સાથી સુખદેવ અને રાજગુરુ સાથે હસતાં હસતા ફાંસીએ લટક્યા હતા અને માત્ર 23 વર્ષની ઉંમરે તેમણે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા. તેમના જીવન વિશે પુસ્તકોમાં અને ફિલ્મોમાં તો ઘણું વાંચ્યું હશે. પણ આજે જાણો તેમના વિશેની કેટલીક અજાણી વાતો.

ભગત સિંહને પસંદ હતી ચાર્લી ચૅપલિનની ફિલ્મો
યુવાનોને ફિલ્મો જોવી તો ગમતી જ હોય છે. ફિલ્મો દ્વારા તે પણ પ્રેરિત થતાં હતા. ભગત સિંહને પણ ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો. ચાર્લી ચૅપલિનની ફિલ્મો તેમને ખૂબ જ ગમતી હતી. પોતાના ખર્ચ પછી તેમની પાસે જે પૈસા બચતાં તેમાંથી તેઓ ચાર્લી ચૅપલિનની ફિલ્મો જોતા હતા.

મીઠાં રસગુલ્લા પણ હતા ખૂબ જ પ્રિય
ભગત સિંહ ખાવા-પીવાના પણ શોખીન હતા. મીઠામાં તેમને સૌથી વધારે રસગુલ્લા ખૂબ જ પસંદ હતા. જ્યારે પણ તેમને રસગુલ્લા ખાવાનું મન થતું તે પોતાની સાથે પોતાના મિત્રોને પણ સાથે લઈ જતા હતા.

લૉન્ગ શૂઝનો શોખ
ભગત સિંહને લૉંગ શૂઝનો પણ ખૂબ જ શોખ હતો. તેઓ એક ખૂબ જ ખુશમિજાજ યુવા હતા જેમના શોખ બીજા યુવાનો જેવા જ હતા. અમૃતસરના મ્યૂઝિયમમાં આજે પણ તેમના લોન્ગ શૂઝ રાખવામાં આવેલા છે.

પરિવાર માટે લૂટાવતા હતા જીવ
ક્રાંતિકારીઓ વિશે મોટાભાગે એવી ધારણાં હોય છે કે તેમને પરિવારથી વધારે દેશ પ્રત્યે પ્રેમ હોય છે. પણ ભગતસિંહ ગેશ સાથે પરિવારને પણ એટલો જ પ્રેમ કરતા હતા. તેમની ફાંસીના સમાચાર સાંભળતા જ તેમની માતાએ ગુરુદ્વારામાં પાઠ કરાવ્યા. આ વિશે ભગત સિંહને ખબર પડી તો તેમણે પોતાની મા સાથે આ વિષયે વાત કરી.

કેટલી સાચ્ચી પુરવાર થઈ ભવિષ્યવાણી
દરેક માતા-પિતા પોતાના બાળકના ભવિષ્ય વિશે જાણવાની ઇચ્છા રાખતા હોય છે. ભગત સિંહના માતા-પિતાની પણ એવી ઇચ્છા હતી, જેથી તેમણે પોતાના દીકરાની કુંડલી એક પંડિતને બતાવી. પંડિતે ભગત સિંહના માતા-પિતાને જણાવ્યું કે આ બાળકનું ઘણું નામ થશે. બાળક ખૂબ જ ઉંચા પદ પર જશે અને તેના ગળામાં એક સન્માનિત વસ્તુ પણ પહેરાવવામાં આવશે. 23 માર્ચ 1931ના રોજ જ્યારે તેમને ફાંસી આપવામાં આવી ત્યારે ફાંસીનો ફંદો ભગત સિંહ જેવા ક્રાંતિકારી માટે ગર્વની જ તો વાત હતી.

bhagat singh national news happy birthday