ત્રણ લાખની કાર માટે સવા છ લાખમાં ખરીદ્યો નંબર

07 July, 2019 09:15 AM IST  |  જયપુર

ત્રણ લાખની કાર માટે સવા છ લાખમાં ખરીદ્યો નંબર

(પ્રતિકાત્મક તસવીર)

વાહનોના ખાસ નંબર્સ મેળવવા માટે ઊંચી બોલીઓ લાગવાનું ચલણ તો ઘણા વખતથી ચાલે છે. જોકે જયપુરમાં એક ભાઈએ તેમની ત્રણ લાખ રૂપિયાની કાર માટે ૫.૨૧ લાખ રૂપિયા ખર્ચીને ૦૦૦૧ નંબર મેળવ્યો હતો. પ્રાદેશિક પરિવહન કાર્યાલયે બીએસ-૫ કૅટેગરીના ફોર વ્હીલર્સ માટે ખોલેલી નવી પંજીકરણ સિરીઝ RJ 45 CM ના ૦૦૦૧ નંબરનું ઑક્શન કર્યું હતું. આ માટે ચાર લોકોએ અરજી કરી હતી. આ ચાર માલિકોમાંથી મર્સિડીઝથી લઈને વેગન આર, ક્રેટા અને મારુતિ અલ્ટોના માલિકો હતા.

આ પણ વાંચોઃ જુઓ આંગળીના ટેરવે મુકી શકાય એવી સોનાની વર્લ્ડ કપની ટ્રૉફી

 જો સંજય નામના અલ્ટોના માલિકે ૫.૨૧ લાખ રૂપિયામાં સૌથી વધુ બોલી લગાવીને ૦૦૦૧ નંબર મેળવી લીધો હતો. અલ્ટોની ‌કિંમત હતી ૩.૦૨ લાખ રૂપિયા. નંબર માટેની બોલી તેમણે ૫.૨૧ લાખની લગાવી હતી. અરજી કરવા માટેની ફી હતી ૧.૦૧ લાખ રૂપિયા. એ મુજબ આ નંબર ખરીદવા માટે તેમણે કુલ ૬.૨૨ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. નવાઈની વાત એ હતી કે બોલીની શરૂઆત મર્સિડીઝના માલિકે કરી હતી, જોકે બોલી ૧.૫ લાખ પર પહોંચતા તે બોલી અધવચ્ચે મૂકીને જતો રહ્યો હતો.