22 March, 2024 09:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
કેન્દ્ર સરકારે કૉન્ગ્રેસને નહીં પણ લોકતંત્રને ‘ફ્રીઝ’ કરી દીધું છે એવું કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીનાં બૅન્ક-અકાઉન્ટ ઇન્કમ ટૅક્સ (IT) દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યાં હોવાથી બળાપો કાઢતાં ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું. કેન્દ્ર સરકાર અમને અસહાય બનાવી ચૂંટણીમાં ઉતારવા ઇચ્છે છે એમ કહી તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘પૈસા નહીં હોવાથી અમે નેતાઓને બીજા શહેરમાં મોકલી શકતા નથી તેમ જ રેલવેની ટિકિટ પણ ખરીદી નથી શકતા. આજે અમારી પાસે ટિકિટ ખરીદવા બે રૂપિયા પણ નથી.’ બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે કૉન્ગ્રેસે ગુરુવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સામાન્ય ચૂંટણી પૂર્વે કૉન્ગ્રેસને આર્થિકરૂપે કમજોર બનાવવાનો આરોપ કર્યો હતો. પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી, પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓએ નાણાકીય સંકટ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ને જવાબદાર ઠેરવી હતી.