નીતીશ કુમારનો ૪૮ વર્ષનો પુત્ર નિશાંત કુમાર પણ હવે હોળી પછી રાજકારણમાં જોડાય એવી શક્યતા

28 January, 2025 11:00 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

મેરસામાં આવેલી બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં ભણ્યો છે અને વ્યવસાયે સૉફ્ટવેર એન્જિનિયર છે. નીતીશકુમારનાં પત્ની મંજુ સિંહાનું ૨૦૦૭માં અવસાન થયું હતું.

નીતીશ કુમારનો પુત્ર નિશાંત કુમાર

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પરિવારવાદી પાર્ટીઓ અને ડાયનૅ​સ્ટિક પૉલિટિક્સનો વિરોધ કરે છે, પણ તેમનો ૪૮ વર્ષનો પુત્ર નિશાંત કુમાર હોળી બાદ જનતા દળ (યુનાઇટેડ)(JDU)માં સહભાગ લે અને સક્રિય રાજકારણમાં જોડાય એવી શક્યતા છે. જો તેના પિતા હા પાડશે તો તે તેમના ગૃહ જિલ્લા નાલંદાથી રાજકારણમાં એન્ટ્રી મારશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નિશાંત કુમારને રાજકારણમાં લાવવા માટે પાર્ટીના વર્કરો માગણી કરી રહ્યા છે. ગયા વર્ષે પણ નિશાંત કુમારને રાજકારણમાં લાવવાની માગણી હતી, પણ પાર્ટીના સિનિયર નેતાઓએ આ શક્યતા નકારી દીધી હતી. ત્યાર બાદ પણ તેનું નામ આવતું રહ્યું છે, પણ એવું કંઈ થયું નથી.

નિશાંત કુમાર એ નીતીશ કુમારનો એકમાત્ર પુત્ર છે. તે મેરસામાં આવેલી બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં ભણ્યો છે અને વ્યવસાયે સૉફ્ટવેર એન્જિનિયર છે. નીતીશકુમારનાં પત્ની મંજુ સિંહાનું ૨૦૦૭માં અવસાન થયું હતું.

bihar nitish kumar political news national news news