દેશના બીજા મહિલા નાણામંત્રી બન્યા નિર્મલા સીતારમણ, આવી છે તેમની સફર

31 May, 2019 02:49 PM IST  |  નવી દિલ્હી

દેશના બીજા મહિલા નાણામંત્રી બન્યા નિર્મલા સીતારમણ, આવી છે તેમની સફર

નિર્મલા સીતારમણ સંભાળશે નાણામંત્રાલય

મોદી સરકારના પાછલા કાર્યકાળમાં રક્ષામંત્રી રહેલા નિર્મલા સીતારમણને આ વખતે નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ઈન્દિરા ગાંધી બાદ દેશના નાણાં મંત્રાલયની જવાબદારી સંભાળનાર નિર્મલા સીતારમણ બીજા મહિલા છે. તેઓ રક્ષામંત્રી બનનારા પણ બીજા મહિલા નેતા હતા. નિર્મલા સીતારમણ એ ગણતરીના મહિલા નેતાઓમાંથી છે જેમણે આ સિદ્ધી મેળવી હોય.

આવો છે નિર્મલા સીતારમણનો સંઘર્ષ
તમિલનાડુના એક સાધારણ પરિવરામાં 18 ઑગસ્ટ 1959ના દિવસે નિર્મલા સીતારમણનો જન્મ થયો હતો.તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં લીધું. તેમણે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાંથઈ તેમણે માસ્ટર્સ ડીગ્રી લીધી છે. જે બાદ તેમણે ઈન્ડો-યૂરોપિયન ટેક્સટાઈલ ટ્રેડમાં પીએચડી કર્યું છે.



નિર્મલા સીતારમણ સામે છે આ પડકારો
આર્થિક વિકાસ દરઃ દેશનો આર્થિક વિકાસ દર 5 ત્રિમાસિકના ઓછામાં ઓછા સ્તર પર છે. એવામાં સીતારમણની સામે સૌથી મોટો પડકાર વિકાસને ગતિ આપવાનું રહેશે જેથી આર્થિક વિકાસ દર 7 ટકાથી વધારે રહે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂતી આપવીઃ દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હાલ સુસ્તીનો માહોલ છે. માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન 21 મહિનાના નીચલા સ્તર પર છે. વિશેષજ્ઞોના મત પ્રમાણે દેશી અર્થવ્યવસ્થા મજબૂત કરવા આ સેક્ટર પર કામ કરવાની ખાસ જરૂર છે.

માગમાં સુસ્તીઃ હાલના દિવસોમાં પેસેન્જર વાહનોથી લઈને FMCGની માંગમાં સુસ્તી જોવા મળી રહી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં જરૂરી વસ્તુઓના વેચાણમાં સૌથી વધુ ઘટાડો થયો છે. નવા નાણામંત્રી સામે માગમાં તેજી લાવવાનો પણ પડકાર છે.

GST: ભાજપના મેનિફેસ્ટોમાં GSTને સરળ બનાવવાની વાત કરવામાં આવી હતી. બીજી તરફ, લોકો ઈચ્છે છે કે 18 ટકા અને 28 ટકાનો સ્લેબ ખતમ કરવામાં આવે. બની શકે છે કે એકવાર ફરી સતામાં આવેલી મોદી સરકાર આ સંદર્ભમાં કોઈ મજબૂત પગલા લેશે.

આ પણ વાંચોઃ મોદીએ ક્યું મંત્રાલય કોને આપ્યું, જાણો અહીં સત્તાવાર યાદી...

નિર્મલા સીતારમણ આગામી સમયમાં બજેટ રજૂ કરશે. આ પહેલા વધતી જતી મોંઘવારી, તેલની કિંમતોમાં થઈ રહેલો વધારો અને રૂપિયાની કથળતી સ્થિતિ જેવા મુદ્દાઓનો પણ સામનો કરવો પડશે.

nirmala sitharaman