ન્યુઝ શોર્ટમાં : સુપ્રીમે નંબીને ફસાવવાના કેસમાં આરોપીઓના આગોતરા જામીન રદ કર્યા

03 December, 2022 08:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢના સીએમના નાયબ સચિવની ધરપકડ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

એઇમ્સ પર સાઇબર અટૅક ચીનના હૅકર્સે કર્યો હતો

નવી દિલ્હી : દિલ્હીમાં એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑૅફ મેડિકલ સાયન્સિસ) પર તાજેતરમાં સાઇબર અટૅકથી લાખો દરદીઓના પર્સનલ ડેટાની ચોરી થઈ છે. આ સાઇબર અટૅકમાં પાંચ મુખ્ય સર્વર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જે ચીનના હૅકર્સે કર્યો હોવાની શંકા છે. આ ચોરાયેલો ડેટા ડાર્ક વેબમાં વેચાયો હોવાની શક્યતા છે. ડેટા પરથી ખ્યાલ આવે છે કે એઇમ્સના ચોરાયેલા ડેટા માટે ડાર્ક વેબ પર ૧૬૦૦થી વધુ સર્ચ થઈ છે. આ ડેટામાં પૉલિટિશ્યન્સ અને સેલિબ્રિટીઝ સહિત વીવીઆઇપીઓના ડેટા પણ સામેલ છે. જોકે દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન ઍન્ડ સ્ટ્રૅટેજિક ઑપરેશનના અધિકારીઓ ડેટા ચોરીની વાતને નકારી રહ્યા છે. આ હૅકર્સનો મુખ્ય હેતુ ખંડણી ઉઘરાવવાનો હતો. 

 

સુપ્રીમે નંબીને ફસાવવાના કેસમાં આરોપીઓના આગોતરા જામીન રદ કર્યા

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે ૧૯૯૪ના ઇસરો જાસૂસીને મામલે સાયન્ટિસ્ટ નંબી નારાયણનને કથિત રીતે ફસાવવાના કેસમાં ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સહિત ચાર વ્યક્તિને આગોતરા જામીન આપતાં કેરલા હાઈ કોર્ટના આદેશને ગઈ કાલે રદ કર્યો હતો. જસ્ટિસ એમ આર શાહ અને સીટી રવિકુમારની બેન્ચે આ કેસ હાઈ કોર્ટને પાછો મોકલ્યો હતો અને આ મુદ્દે ચાર અઠવાડિયાંમાં નિર્ણય કરવા માટે આદેશ આપ્યો હતો. હવે આ આદેશ વિશે નંબીએ જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશ વિશે જાણીને મને આનંદ થયો. હવે જ્યારે આ મામલો ફરી હાઈ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે ત્યારે મને આશા છે કે યોગ્ય ચુકાદા સાથે હું બહાર આવીશ.’ ૧૯૯૪માં ભારતના સ્પેસ પ્રોગ્રામના ગુપ્ત દસ્તાવેજો વિદેશોમાં પહોંચાડવાનો મામલો આવ્યો હતો.

 

છત્તીસગઢના સીએમના નાયબ સચિવની ધરપકડ

રાયપુર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા ગઈ કાલે છત્તીસગઢમાંથી એક સિ​નિયર અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના નાયબ સચિવ સૌમ્યા ચૌરસિયાની ધરપકડ કરાઈ અને તેમને ચાર દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ઈડીએ ઑક્ટોબરમાં આ કેસ સંબંધે દરોડા પાડ્યા બાદ આઇએએસ ઑફિસર સમીર વિશ્નોઈ અને અન્ય બે જણની ધરપકડ કરી હતી. 

 

national news international news