11 September, 2025 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
એક ચોંકાવનારી ઘટનામાં, બાન્દ્રા પશ્ચિમના એક વૃદ્ધ વ્યક્તિ પર તેના કૂતરાને વોક કરાવતી વખતે થયેલી મુશ્કેલી અંગે જવાબ માગવા બદલ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલા દરમિયાન, વૃદ્ધ વ્યક્તિના બે દાંત પણ તૂટી ગયા હતા, અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ શંકાસ્પદ વ્યક્તિને પકડીને અધિકારીઓને સોંપી દીધો હતો અને હવે હુમલાખોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું છે ઘટના
બાન્દ્રા પશ્ચિમમાં એક વૃદ્ધ વ્યક્તિ, નીલ ડિમેન્ટો, તેમના કૂતરાને વોક કરાવવા માટે નીકળ્યા હતા. દરમિયાન એક યુવાન સાથે તેમનો સામનો કર્યા પછી તેમની વચ્ચે વિવાદ થયો અને તે બાદ તે વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. આ વ્યક્તિ તેમના પાલતુ શ્વાનની મજાક ઉડાવી રહ્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હુમલાખોર, ફૈમ કાઝીએ પીડિત ડેમેન્ટો પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમના બે દાંત તૂટી ગયા હતા અને તેમને ઈજાઓ થઈ હતી. ઘટના દરમિયાન આસપાસ હાજર રહેલા લોકોએ દરમિયાનગીરી કરી અને આરોપી કાઝીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. હાલમાં ડેમેન્ટોને ભાભા હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
કયા કારણે શરૂ થયો વિવાદ?
આરોપ કરનાર અને જખમી થનાર નીલ ડિમેન્ટો (60) બાન્દ્રા પશ્ચિમના 24મી સ્ટ્રીટ પર રહે છે. તેઓ 9 સપ્ટેમ્બરના રોજ સાંજે 4:30 વાગ્યે તેમના કૂતરાને ફરવા લઈ ગયા હતા. તે જ સમયે, એક યુવાન તેમની પાસે આવ્યો અને તેમના શ્વાનની મજાક ઉડાવવા લાગ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, પિમેન્ટોએ પ્રશ્ન કર્યો કે તે તેના કૂતરાને કેમ હેરાન કરી રહ્યો છે.
કૂતરાને ત્રાસ આપનાર વ્યક્તિના હાથમાં લોખંડનો સળિયો હતો. તેણે ડિમેન્ટોને આ સળિયાથી માર માર્યો. આ હુમલા દરમિયાન ડિમેન્ટોના બે દાંત તૂટી ગયા હતા. આ જોઈને, રસ્તા પર ચાલતા એક વ્યક્તિએ પિમેન્ટોને મદદ કરવા ડોડો દોડી આવ્યા અને તેમણે હુમલો કરનાર કાઝીને પકડી લીધો અને તેને પોલીસ અધિકારીઓને સોંપી દીધો હતો.
“ઘાયલ ડિમેન્ટોને ભાભા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આરોપી ફૈમ કાઝી (20) ભંગારનો વેપારી તરીકે કામ કરે છે, જેની સામે હવે ભારતીય દંડ સંહિતાની કલમ 118 (1) હેઠળ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે,’ એમ એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી.
દેશમાં રખડતા શ્વાનોને લઈને વિવાદ
નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનોને રસ્તા પરથી હટાવવાનો આદેશ આપ્યા બાદ મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. જેને લઈને પ્રાણીપ્રેમીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.