06 August, 2025 09:18 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના ચિત્રદુર્ગમાં રૂંવાડાં ખડાં કરી દે એવો એક ભયાનક અકસ્માત થયો હતો. ટ્રાફિકથી ભરેલા રસ્તા પર એક બસ ધીમે-ધીમે ચાલી રહી હતી અને રિક્ષા પણ એની પાછળ જ હતી. જોકે રિક્ષાની પાછળ એક પ્રાઇવેટ બસ આવી રહી હતી. એની સ્પીડ બેકાબૂ હોવાથી એ પહેલાં રિક્ષા સાથે ટકરાઈ અને એને કારણે રિક્ષા ઘસડાઈને આગળ-પાછળની બસોની વચ્ચે લિટરલી પિચકાઈ ગઈ. રિક્ષાનો આગળનો ભાગ તો આગળની બસ નીચે ઘૂસીને સાવ કચુંબર થઈ ગયો હતો. આ ઘટનાનો વિડિયો જોઈને લાગે કે રિક્ષામાં બેઠેલું કોઈ જ બચ્યું નહીં હોય. જોકે નવાઈની અને રાહતની વાત એ હતી કે ઘાતક ટક્કર પછી પણ રિક્ષામાં બેઠેલા ચારેણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમનો જીવ બચી ગયો છે. આ કોઈ ચમત્કારથી કમ વાત નથી.
આસપાસની પબ્લિકે તરત જ સાવધાની દાખવીને રિક્ષામાં સવાર લોકોને કાઢીને હૉસ્પિટલમાં ભરતી કર્યા હતા અને ટ્રાફિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.