Watch Video: ભારતમાં ઈ-રિક્ષા ચલાવી બિલ ગેટ્સે, તમારી નજરે જ જોઈ લો વીડિયો

07 March, 2023 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વાયરલ વીડિયોમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર (Microsoft Co-founder)બિલ ગેટ્સ (Bill Gates)જોવા મળી રહ્યા છે. ગેટ્સને ઈલેક્ટ્રિક રિક્ષા ચલાવતા જોઈને તમને આશ્ચર્ય થયું હશે. આખરે ગેટ્સ રિક્ષા કેમ ચલાવે છે

બિલ ગેટ્સ

સોશિયલ મીડિયા પર એક વીડિયો (Viral Video)ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર (Microsoft Co-founder)બિલ ગેટ્સ (Bill Gates)જોવા મળી રહ્યા છે. ગેટ્સને ઈલેક્ટ્રિક રિક્ષા ચલાવતા જોઈને તમને આશ્ચર્ય થયું હશે. આખરે ગેટ્સ રિક્ષા કેમ ચલાવે છે, ચાલો જાણીએ તેની પાછળની કહાની. નોંધનીય છે કે બિલ ગેટ્સ ભારત (Bill Gates India Visit)ની મુલાકાત દરમિયાન આનંદ મહિન્દ્રા(Anand Mahindra)ને પણ મળ્યા હતા. ટ્વિટર પર ગેટ્સ સાથેની એક તસવીર શેર કરતાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેને એ પણ ઉલ્લેખ કર્યો કે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ક્લાસમેટ હતા.

ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતા જોવા મળ્યા

આ પછી બિલે ઇન્સ્ટાગ્રામ પર તેમની મિત્રતા દર્શાવતો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ગેટ્સ ઈ-રિક્ષા ચલાવતા જોવા મળે છે. તેમણે લખ્યું છે કે આ એક ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષા છે જે 131 કિલોમીટર સુધી મુસાફરી કરવા સક્ષમ છે અને તેમાં 4 લોકો બેસી શકે છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ગેટ્સ ખૂબ જ સરળતાથી રિક્ષા ચલાવી રહ્યા છે. તેણે આ રિક્ષાના વખાણ પણ કર્યા. ગેટ્સના આ વીડિયોને ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ વીડિયોને 10 લાખથી વધુ લોકોએ જોયો છે.

આ પણ વાંચો:બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી ડોનેશન મેળવનારી સંસ્થાનું એફસીઆરએ લાઇસન્સ સસ્પેન્ડ

આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયોને લઈને બિલ ગેટ્સ પર પ્રતિક્રિયા આપી હતી. વીડિયો શેર કરતાં મહિન્દ્રાએ વાહન અજમાવવા બદલ ગેટ્સનો આભાર માન્યો હતો. આનંદ મહિન્દ્રાએ લખ્યું, "`ચલતી કા નામ બિલ ગેટ્સ કી ગાડી`. આગલી વખતે EV થ્રી વ્હીલરની રેસ તમારી અને સચિન તેંડુલકર અને મારી વચ્ચે હોવી જોઈએ. આનંદ મહિન્દ્રાના ટ્વીટ પર લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું કે તે ખૂબ જ સારી પહેલ હશે. જ્યારે આવા લોકો સમાજમાં આવશે. એક યુઝરે લખ્યું કે મને પણ એક રાઉન્ડ આપો.

national news bill gates anand mahindra microsoft