CCTV ફૂટેજમાં ઝડપાયો, ડિલીવરી બૉયનો શબ સ્કૂટી પર લઈ જતો શખ્સ, કેમ કર્યું કતલ?

20 February, 2023 08:53 PM IST  |  Karnatak | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટકના હાસનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે, 7 ફેબ્રુઆરીના રોજ એક 20 વર્ષનો યુવક ફ્લિપકાર્ટ તરફથી આઈફોનની ડિલીવરી કરવા ગયો હતો, ત્યાં કહેવાતી રીતે તેની હત્યા કરી દેવામાં આવી.

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકના હાસનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી પ્રમાણે, 7 ફેબ્રુઆરીના રોજ એક 20 વર્ષનો યુવક ફ્લિપકાર્ટ તરફથી આઈફોનની ડિલીવરી કરવા ગયો હતો, ત્યાં કહેવાતી રીતે તેની હત્યા કરી દેવામાં આવી.

આઈફોનના પૈસા ન હોવાથી છેડાયો વિવાદ
કહેવામાં આવી રહ્યું છે કે 20 વર્ષીય ફ્લિપકાર્ટ એજન્ટ પોતાની ડ્યૂટી દરમિયાન એક આઈફોન ડિલીવરી કરવા ગયો હતો. જે વ્યક્તિએ આનો ઑર્ડર આપ્યો હતો, તેની પાસે પૂરતાં પૈસા નહોતા, જેને કારણે બન્નેમાં વિવાદ છેડાયો. આરોપીની ઓળખ હેમંત દત્તા તરીકે થઈ, જે અરસેકેરે તાલુકાના લક્ષ્મીપુરમ વિસ્તારનો રહેવાસી છે. 

પુરાવા ખતમ કરવા માટે શબને લગાડી આગ
હકિકતે, આઈફોનની ડિલીવરી કરતી વખતે, બન્ને વચ્ચે પૈસાના પેમેન્ટ અને પાર્સલના અનબૉક્સિંગને લઈને વિવાદ શરૂ થયો. ગુસ્સામાં આવીને આરોપી દત્તાએ કહેવાતી રીતે ડિલીવરી એજન્ટ નાઈકની ચપ્પૂ મારીને હત્યા કરી દીધી. ત્યાર બાદ આરોપીઓએ શબને કોથળામાં ભરીને ત્રણ દિવસ બાદ અંચેકોપ્લૂ નજીક ફેંકી દીધો. એટલું જ નહીં, પુરાવા ખતમ કરવા માટે આરોપીએ ડિલીવરી એજન્ટના શબ પર પેટ્રોલ નાખીને તેને આગ લગાડી દીધી.

પીડિતના પરિવારજનોએ કરાવ્યો ગુમશુદાનો રિપૉર્ટ
જ્યારે ઘણો સમય સુધી પીડિત ઘરે પાછો ન આવ્યો અને તેનો ફોન પણ લાગવો બંધ થઈ ગયો, ત્યારે તેના ભાઈએ પોલીસમાં ગુમશુદાનો રિપૉર્ટ દાખલ કરાવ્યો. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી અને તેણે તપાસ કરી કે અરસીકેરે તાલુકાના અંચેકોપ્લુમાં રેલવે ટ્રેક નજીક ડિલીવરી એજન્ટનો મૃતદેહ પડ્યો છે. ત્યાર બાદ પોલીસે મૃતકના પરિવારજનોને મૃતદેહની શિનાખ્ત કરવા માટે બોલાવ્યા. શબની ઓળખ બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી.

આ પણ વાંચો : `પીએમ અને ઓવૈસી જાતે જ ગાયબ થઈ જશે..` વિધાનસભા ચૂંટણી પહેલા સચિન પાઈલટનું નિવેદન

આરોપીને ન્યાયિક અટકમાં મોકલવામાં આવ્યો
તપાસ દરમિયાન પોલીસે મૃતકના ફોન કૉલ ટ્રેસ કર્યા અને આરોપી સુધી પહોંચવામાં સફળ થઈ. ત્યાર બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેના વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો. હાલ, આરોપી તેના મિત્રો સાથે ધરપકડાયેલ છે અને ન્યાયિક અટકમાં તેને મોકલી દેવામાં આવ્યો છે અને કેસની આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Crime News karnataka murder case national news flipkart crime branch