મેં તો ૨૮૦૦ કૂતરાઓને મારી નખાવ્યા અને એમનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરવા માટે જમીનમાં દટાવી દીધા હતા

15 August, 2025 10:25 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

રખડતા કૂતરાઓ બાબતે કર્ણાટકમાં JDSના વિધાનસભ્ય એસ. એલ. ભોજેગૌડાનું વિવાદાસ્પદ નિવેદન

કર્ણાટકની વિધાન પરિષદના JDSના સભ્ય એસ. એલ. ભોજેગૌડા

કર્ણાટકની વિધાન પરિષદના JDSના સભ્ય એસ. એલ. ભોજેગૌડાએ રખડતા શ્વાન વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે રખડતા શ્વાન મુદ્દે ચર્ચા દરમ્યાન એવું કહ્યું હતું કે તેઓ જ્યારે ચિકમંગલુર નગરપાલિકાના વડા હતા ત્યારે તેમણે ખાસ ધ્યાન આપીને ૨૮૦૦ કૂતરાઓને મારી નખાવ્યા હતા એટલું જ નહીં, આ મરેલા કૂતરાઓને વૃક્ષોની આસપાસ જમીન નીચે દાટવામાં આવ્યા હતા જેથી એ કુદરતી ખાતરનું કામ કરે.

પોતાની બડાઈ હાંકતા હોય એવા અંદાજમાં એસ. એલ. ભોજેગૌડા આ નિવેદન આપતા જોવા મળ્યા હતા. એ કારણે લોકોએ આ નિવેદન માટે તેમના પર ભારે ટીકાઓ વરસાવી હતી. ખાસ કરીને પ્રાણીપ્રેમી લોકો અને સંસ્થાઓએ આ નિવેદનને ખૂબ વખોડ્યું હતું.

karnataka bengaluru national news news political news